અરવલ્લીઃ ગુજરાતમાં અવાર નવાર માર્ગ અકસ્માતોના સમાચાર સામે આવતા રહે છે. તેવામાં હજુ મોરબી દુર્ઘટનાના ઘાવ ભરાયા નથી ત્યારે ક્ષમતા કરતા વધુ યાત્રીઓની મુસાફરી કરતા જીપ, રિક્ષાચાલકોના કારણે મોતની સવારીના લાઈવ દ્રશ્યો વાઈરલ થઈ રહ્યા છે. નોંધનીય છે કે છકડો, જીપ કે રિક્ષા હોય તેમાં એક ક્ષમતા પ્રમાણે જ લોકો મુસાફરી કરે એ યોગ્ય ગણાય. તેવામાં માલપુરમાં કાયદો વ્યવસ્થાને એળે મૂકી રીક્ષા, જીપ ખિચોખીચ ભરીને મુસાફરી થઈ રહી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ અંગે પોલીસ તંત્ર પણ હજુ સતર્ક થયું નથી કે કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી.
ADVERTISEMENT
આ સવારી કેટલી જોખમી ગણાય?
અરવલ્લી માલપુરમાં કાયદા અને વ્યવસ્થાને બાજુમાં મુકીને જીપ, રીક્ષા ચાલકો બેફામ મુસાફરોને એક જ સવારીમાં લઈ જતા નજરે પડી રહ્યા છે. આ તસવીરો પર નજર કરીએ તો એક જ છકડાની અંદર ખિચોખીચ મુસાફરો ભર્યા છે. એટલું જ નહીં આની સાથે છકડા ઉપર અને પાછળ પણ લોકો ટિંગાઈને જતા નજરે પડી રહ્યા છે.
તેવામાં સવાલ એ થાય છે કે જાહેર માર્ગો પર આવી કથિત મોતની સવાર અને ક્યારેય પણ ગંભીર અકસ્માતમાં પરિણમે તેવી સ્થિતિ હોવા છતા લોકો બેફામ બન્યા છે. નોંધનીય છે કે અત્યારે આ તમામ સવારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT