મહિસાગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ત્રણેય પાર્ટીએ મોટાભાગના ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. તેવામાં મહિસાગર જિલ્લાના ભાજપના કદાવર નેતા જયપ્રકાશ પટેલને ટિકિટ ન મળતા તેઓ નારાજ થઈ ગયા છે. તેમણે આના પરિણામે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. ચલો આપણે આ સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…
ADVERTISEMENT
જયપ્રકાશ પટેલ અપક્ષ ચૂંટણી લડશે
મહિસાગર જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. પાર્ટીના કદાવર નેતા જયપ્રકાશ પટેલ ઉર્ફ જે.પી.પટેલે લુણાવાડા વિધાનસભા બેઠક માટે ટિકિટ ન મળથા ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. આની સાથે જ તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. નોંધનીય છે કે જયપ્રકાશ પટેલ જૂનો પંચમહાલ જિલ્લો હતો ત્યારે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ નવીન મહીસાગર જિલ્લો બન્યા બાદ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે.
અન્ય ભાજપના નેતાનો સાથ ન મળ્યો…
પાટીદાર સમાજના અને ભાજપના અગ્રણી નેતા એવા જય પ્રકાશ પટેલ 2007 સંતરામપુર વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર હતા અને તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેવામાં 2022 વિધાનસભા ચૂંટણીમાં લુણાવાડા વિધાનસભા બેઠક માટે ટિકિટ ન મળતા ભાજપથી નારાજ થઈ તેમણે રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે મહિસાગર જિલ્લાના કેટલાક ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બંધ બારણે મીટિંગ યોજી હતી. તેવામાં નેતાઓનું સમર્થન ન મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે.
With Input- વિરેન જોશી
ADVERTISEMENT