AAP ને સમર્થન આપનાર સમર્થકમાં 100 માંથી 75 કોંગ્રેસના?

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં વિવિધ સર્વે સામે આવી રહ્યા છે. આ દરમિયાન સી વોટર સર્વેના ફાઉન્ડર યશવંત દેશમુખે…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં વિવિધ સર્વે સામે આવી રહ્યા છે. આ દરમિયાન સી વોટર સર્વેના ફાઉન્ડર યશવંત દેશમુખે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ટ્વિટ કરી કોંગ્રેસની ચિંતા વધારી છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીમાં જોડાયેલ 100 સમર્થક માંથી 75 કોંગ્રેસના સમર્થકો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી કહે તેમ તેમ ગુજરાતમાં તોડ-જોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં વર્ષ 2022ની વિધનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા મેદાને ઉતરી ચૂકી છે ત્યારે તે કોંગ્રેસને વધુ ડેમેજ કરી રહી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીમાં લોકો પણ સતત જોડાવા લાગ્યા છે.

કોંગ્રેસ માટે AAP પડકાર 
આ દરમિયાન સી વોટરના ફાઉન્ડરે આમ આદમી પાર્ટીના વધતાં પ્રભાવ અંગે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના મતમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જો તેનો ગ્રાફ જો સતત આ રીતે વધતો રહ્યો તો કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરશે. હાલ ના સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહેલા લોકોમાં 25 ભાજપના સમર્થકો ભળી રહ્યા છે ત્યારે 75 કોંગ્રેસના સમર્થકો ભળી રહ્યા છે.

કોંગ્રેસના વૉટશેર પર અસર કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જોર શોરથી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે ત્યારે હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકશાન કરી રહી છે અને કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસના વૉટશેર પર અસર કરશે તે નિશ્ચિત છે.

કોંગ્રેસના નેતાઓ AAPમાં જોડાઈ રહ્યા છે
ગુજરાતમાં વિધાન ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ સામે આવી રહ્યું છે. તેવામાં અત્યારે વિવિધ પાર્ટીઓ પ્રચાર કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા ચેતન રાવલે પાર્ટીનો સાથ છોડી દીધો હતો. ત્યારે રાજીનામુ આપ્યા પછી તેમણે અરવિંદ કેજરીવાલ સાથે કરેલી મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. અત્યારે અટકળો પ્રમાણે ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

    follow whatsapp