અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ જાહેર થઇ રહ્યુ છે. જનાદેશમાં કોંગ્રેસની કંગાળ સ્થિતિ જોવા મળી રહી છે. જનતા કોંગ્રેસને સત્તા સ્થાને તો નહીં બેસવાનો આદેશ આપતી પણ આ ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસ માટે વિપક્ષનું સ્થાન પણ જોખમમાં મૂકી દીધું છે. વિધાનસભામાં 182 બેઠકમાંથી ભાજપે 150થી વધુ બેઠકો પર લીડ મેળવી લીધી છે. કોંગ્રેસ 16 બેઠક પર આગળ છે જ્યારે આમ આદમી પાર્ટીને 5 અને અન્ય 4 બેઠક પર આગળ ચાલી રહ્યુ છે. વિધાનસભામાં કોંગ્રેસ માટે વિપક્ષનું પદ પણ જોખમમાં મુકાઇ ચૂક્યું છે. જો કોંગ્રેસ ફક્ત 16 બેઠકજ મેળવશે તો તેમને વિપક્ષનું પદ નહી મળે. વિપક્ષના પદ માટે વિધાનસભામાં 19 બેઠક હોવી જરૂરી છે.
ADVERTISEMENT
કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન
વિપક્ષ નેતાને મળે છે કેબિનેટ મંત્રી જેટલી સુવિધા. કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તામાં નથી ત્યારે 27 વર્ષથી કોંગ્રેસને જનતા વિપક્ષમાં બેસવાનો મોકો આપે છે. હવે જનતાએ કોંગ્રેસને એ સત્તા પણ નથી આપી. ભાજપ 150થી વધુ બેઠક પર આગળ છે. ત્યારે માધવસિંહ સોલંકીનો 149 બેઠકનો રેકોર્ડ પણ ભાજપે આ ચૂંટણીમાં તોડ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ વિપક્ષમાં પણ નહીં બેસી સકે ટીવી સ્થિતિમાં આવી ચૂક્યું છે. 1990 પછી કોંગ્રેસનું આ સૌથી ખરાબ પ્રદર્શન માનવામાં આવે છે. 1990માં કોંગ્રેસને 33 બેઠકો મળી હતી.
વિપક્ષનેતા સુખરામ રાઠવાને આપ કરતાં મળ્યા ઓછા મત
જેતપુર પાવી વિધાનસભા સીટ પર અણધાર્યા પરિણામો આવ્યા છે. ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાની હાર થઇ છે. સુ આદિવાસી સમાજના અને ભાજપના ઉમેદવાર જ્યંતિભાઇ રાઠવાને 50 ટકા કરતાં વધુ મતો મળ્યા હતા. જ્યારે સુખરામ રાઠવાને 18 ટકા મત મળ્યા હતા. સુખરામ રાઠવા કરતાં ભાજપના ઉમેદવારને ત્રણ ગણા મતો મળ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાધિકાબેન રાઠવાને સુખરામ રાઠવા કરતાં વધારે મત મળ્યા હતા. રાધિકા રાઠવાએ 24 ટકા કરતાં વધારે મત મેળવ્યા હતા.
પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ભાજપની લીડ કરતાં ઓછા મત મળ્યા
અમરેલી બેઠક પરથી ધાનાણીએ હારનો સ્વીકાર સ્વીકાર કર્યો હતો. મત ગણતરી સેન્ટર પર પરેશ ધાનાણી અને કૌશિક વેકરીયા પહોચ્યા હતા. . પરેશ ધાનાણીએ કહ્યું કે મને મળેલા કુલ મત કરતા ભાજપના ઉમેદવારની લીડ વધારે છે. અમરેલીના લોકોએ મને 20 વર્ષ સુધી આશિર્વાદ આપ્યા છે.
વિપક્ષ માટે જરૂરી આટલા ટકા બેઠકો
વિધાનસભામાં વિપક્ષ નેતા બનવા માટે 10 ટકા સીટ મેળવવી જરૂરી છે. જ્યારે ગુજરાત વિધાનસમાં 182 બેઠકો છે ત્યારે તેમના 10 ટકા કરતાં 18.2 થાય એટલે કે ગુજરાતમાં વિપક્ષમાં બેસવા માટે 19 બેઠકો કોઈ પક્ષએ જીતવી જરૂરી છે.
ADVERTISEMENT