નવી દિલ્હી: ગુજરાત ટાઇટન્સનો ઓપનર શુભમન ગિલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેની ટીમ માટે જીત અપાવવાથી સંતુષ્ટ નથી. શુભમન ગિલે પંજાબ કિંગ્સ સામેની જીત બાદ જણાવ્યું હતું.કે, તે અંત સુધી બેટિંગ કરવા માંગે છે.
ADVERTISEMENT
ગિલ આ સિઝનમાં ગુજરાતનો સૌથી સફળ બેટ્સમેન છે, અને બે અડધી સદી સહિત ચાર મેચમાં 183 રન સાથે ટોપ સ્કોરરની યાદીમાં પાંચમા ક્રમે છે.તેણે અંતિમ ઓવરમાં આઉટ થતાં પહેલા ગુરુવારે 67 રન બનાવ્યા હતા ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતે પંજાબને છ વિકેટે હરાવ્યું હતું. ગુજરાતની ત્રીજી જીત બાદ ગિલે કહ્યું, “મને લાગે છે કે મારે મેચ પૂરી કરી લેવી જોઈએ.” “વિકેટ અંત તરફ અઘરી બની ગઈ. બાઉન્ડ્રી મારવી મુશ્કેલ હતી.”
શુભમન ગિલ ભારત માટે તમામ ફોર્મેટના ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. અને તેની સાત આંતરરાષ્ટ્રીય સદીઓમાં જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામેની વન-ડેમાં 208 રનનો સમાવેશ થાય છે.ગિલના ફેબ્રુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે 63 બોલમાં અણનમ 126 રન એ ભારતીય બેટ્સમેન દ્વારા T20 ઈન્ટરનેશનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે.ભૂતપૂર્વ ટેસ્ટ બેટ્સમેન સંજય માંજરેકરે કહ્યું કે ગિલે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીના ઉદાહરણને અનુસરીને પોતાને ફિનિશર તરીકે વિકસાવવી જોઈએ.
જાણો શું કહ્યું સંજય મંજરેકરે
માંજરેકરે કહ્યું, “ગિલને કહ્યું કે આ રીતે તમે મહાન બેટ્સમેન બનશો. તમારી પાસે બધી આવડત છે. મારો મતલબ છે કે, વ્યક્તિ જાતે આગળ આવે છે અને પછી આ સ્થાન પર પહોંચે છે. પરંતુ વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની T20ના મહાન બેટ્સમેન છે કારણ કે તેઓ અંત સુધી ટકી રહે છે અને રમત પૂરી કરે છે. તે તેના માટે આગળનું પગલું છે, કારણ કે આ તે મેચ હતી જ્યારે તે અણનમ રહીને કદાચ થોડો વધુ કદમાં વધારો કરી શક્યો હોત.
ગુજરાત રવિવારે તેની આગામી મેચમાં 2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. દરમિયાન, અનુભવી ઓસ્ટ્રેલિયન ઓપનર મેથ્યુ હેડન માને છે કે મોટા સ્કોર કરવાના ઝનૂન સાથે અત્યંત હોશિયાર ગિલ આગામી દાયકા સુધી વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ જમાવશે. હેડન એવા ઘણા લોકોમાંનો એક છે જેઓ ગિલની કાર્યવાહીને નિયંત્રિત કરવાની ક્ષમતાથી પ્રભાવિત થયા છે.
હેડને કહ્યું, “ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સ તરફથી ગુણવત્તાયુક્ત બોલિંગ આક્રમણ સામે આ રનનો પીછો કરવા માટે જવાબદારી લેવાની અને ઊંડી બેટિંગ કરવાની જરૂર હતી. અને શુભમન ગીલે તે જ કર્યું.” તે એક ક્લાસ પ્લેયર છે અને તે આગામી દાયકા સુધી વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ જમાવશે.” ગુજરાત ટાઈટન્સના દૃષ્ટિકોણથી, ગિલ અંત સુધી રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું, ખાસ કરીને કેપ્ટન હાર્દિક પંડ્યાને આઉટ કર્યા પછી. ટીમ ને 34 બોલમાં 48 રન કરવાની જરૂર હતી .
ગિલની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. સ્ટાર પ્લેયરથી ભરપૂર ગુજરાત ટાઇટન્સ બેટિંગ લાઇન-અપ માટે સરળ રન ચેઝ કરવા સરળ ગગી રહ્યા હતા. ડિફેન્ડિંગ ચેમ્પિયનને મોહાલીમાં મેચના અંતમાં ડરનો સામનો કરવો પડ્યો. જો કે, ‘આઈસ કૂલ’ રાહુલ તેવટિયા અને અનુભવી ડેવિડ મિલરે તેમની ટીમ માટે એક બોલ બાકી રાખીને રમત પૂરી કરી.
ADVERTISEMENT