વૈદનાં ખાટલે જેવી સ્થિતિ : આ ઉમેદવારનો એક મત તો ગયો જ, જાણો કેમ નહિ આપી શકે ઉમેદવાર પોતાને મત

શાર્દૂલ ગજ્જર. પંચમહાલ: વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ઉમેદવારો પોતાના તરફી મતદાન થાય તે તમામ પ્રયાસો…

gujarattak
follow google news

શાર્દૂલ ગજ્જર. પંચમહાલ: વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ઉમેદવારો પોતાના તરફી મતદાન થાય તે તમામ પ્રયાસો કરી રહ્યા છે. બીજા તબક્કા માટે તમામ કલાકે નવા નવા સમીકરણો ઘડાઈ રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલના કોંગ્રેસનાં ઉમેદવાર પોતાનો મત પોતાને નહિ આપી શકે.

પંચમહાલની પાંચ વિધાનસભા બેઠકની ચુંટણી માટે રાજકીય પક્ષ તથા અપક્ષ મળી કુલ 38 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગોધરા બેઠક પર કોગ્રેસના મહિલા ઉમેદવાર રશ્મિતાબેન ચૈાહાણે અને કાલોલ બેઠક પર કોગ્રેસના પ્રભાતસિંહ ચૈાહાણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસન આ બંને ઉમેદવારો એડી ચોંટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કર્યો છે.  મતદાનના અંતિમ દિવસોમાં ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારો પાસે પોતાની જીત માટે મતની માંગણી કરી રહ્યા છે. પણ જ્યારે મતદાનનો દિવસ ત્યારે ગોધરા અને કાલોલ બેઠકના કોગ્રેસના ઉમેદવારના નામ અને ચિન્હ ઈવીએમ મશીનમાં જોવા મળશે. પરંતુ બંન્ને ઉમેદવારો પોતાનો મત પોતાના માટે મત નહિ આપી શકે.

આ કારણે નહીં આપી શકે પોતાને મત
ગોધરા બેઠક પર કોગ્રેસના મહિલા ઉમેદવાર રશ્મિતાબેન ચૈાહાણે અને કાલોલ બેઠક પર કોગ્રેસના પ્રભાતસિંહ ચૈાહાણ પોતાને જ મત નહીં આપી શકે. કેમકે ગોધરા બેઠકના કોગ્રેસના ઉમેદવારનું નામ શહેરા વિધાનસભા ક્ષેત્રમાં તથા કાલોલ બેઠકના ઉમેદવારનું નામ ગોધરા વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયેલ છે. તેથી તો તેમનો વોટ પોતાના માટે નહીં આપી શકે.

ગોધરા અને કાલોલના કોંગ્રેસનાં ઉમેદવાર જ્યા મતદાન કરશે ત્યાંના ઈવીએમમાં તેમનું નામ નહીં હોય, તેથી બંન્ને ઉમેદવારોના અન્ય ઉમેદવાર માટે નિર્ણાયક બનશે. જો કે હાર અને જીત એક એક મત બહુ કિંમતી હોય છે ત્યારે આ બન્ને ઉમેદવારોનું ભાવિ હવે તેમનોજ મત નિર્ણાયક બને છે કે કેમ એ હવે 8 તારીખે જનાદેશમાં જાહેર થશે.

 

    follow whatsapp