અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સૌથી વધુ ચર્ચિત કોઈ મુદ્દો રહ્યો હોય તો એ મફતની રેવડીનો છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર પોતાની મફત આપવાની સુવિધાને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે અમેરિકાનું એક શહેર વોશિંગ્ટન પણ સામાન્ય જનતાને બસમાં મુસાફરીની સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે. આ પ્રમાણે નાગરિકોને મફતમાં સુવિધાઓ પૂરી પાડવીએ સરકારની જવાબદારી છે. આમાં લોકોના રૂપિયાની બચત થાય છે અને સારી સુવિધા મળી શકે છે.
ADVERTISEMENT
કેજરીવાલના પ્રમાણે ફ્રીની સુવિધા પ્રામાણિકતાની નિશાની..
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા કહ્યું કે વોશિંગ્ટનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ મફતમાં કરાઈ રહ્યું છે. શું આ નિર્ણયને મફતની રેવડી કહીને મજાક બનાવવો જોઈએ! નાગરિકોને વધારાના ટેક્સના બોજથી દૂર રાખી તથા મફતમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવીએ પ્રામાણિકતા અને સંવેદનશીલ સરકારનું કાર્ય છે. આનાથી લોકોના રૂપિયા બચે છે અને સારી સુવિધાઓ પણ મળી શકે છે.
ટ્વીટ ગણતરીની મિનિટમાં થયું વાઈરલ..
નોંધનીય છે કે આ ટ્વીટ ગણતરીની મિનિટોમાં વાઈરલ થઈ રહ્યું છે. ત્યારે હવે આ સ્ક્રીન શોટમાં મીડિયાનો અહેવાલ ટાંકવામાં આવ્યો છે. જેમાં સરકારી બસોમાં વોશિંગ્ટનના નાગરિકોને હંમેશા માટે ફ્રી મુસાફરી કરવાની જાહેરાત કરાશે એવી માહિતી આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે વોશિંગ્ટના લોકો આવી બસોમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. નોંધનીય છે કે ગોપાલ ઈટાલિયાએ પણ અરવિંદ કેજરીવાલની આ પોસ્ટને રિટ્વીટ કરી હતી.
ADVERTISEMENT