અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ભાજપ અંતિમ ઓપ આપી રહ્યું છે. અત્યારે ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આ દરમિયાન દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન મોદીની શાળાના શિક્ષક રાસબિહારી મણિયારનું નિધન થઈ ગયું છે. PM મોદીએ ટ્વીટ કરીને તેમના શિક્ષકને શ્રદ્ધાંજલી આપી હતી. આની સાથે તેમણે કહ્યું કે આ સમાચાર સાંભળી ઘણો વ્યથિત થઈ ગયો છું.
ADVERTISEMENT
PM મોદીએ શિક્ષકને શ્રદ્ધાંજલી પાઠવી
વડાપ્રધાન મોદીને શાળામાં જે શિક્ષકે અભ્યાસ કરાવ્યો તેમનું નિધન થઈ ગયું છે. શિક્ષક રાસબિહારી મણિયારના નિધનના સમાચાર સામે આવતા જ PM મોદી ભાવુક થઈ ગયા છે. તેમણે ટ્વિટ કરીને પોતાના શિક્ષકને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
વડાપ્રધાને મોદીએ કહ્યું કે મારા જીવનના ઘડતરમાં શિક્ષકનો અમૂલ્ય ફાળો છે. અત્યારે હું જીવનના જે પડાવ સુધી પહોંચ્યો છું ત્યાં સુધી તેઓ મારી સાથે જોડાયેલા રહ્યા હતા. એક વિદ્યાર્થી તરીકે મને એ વાત નો સંતોષ છે કે જીવનભર મારા શિક્ષકનું મને માર્ગ દર્શન મળતું રહ્યું.
ADVERTISEMENT