રાજ્યની સ્કૂલના ક્લાસ રૂમને લઈ સરકાર એક્શન મોડ પર, 10 હજાર નવા વર્ગખંડો બાંધવા વર્ક ઓર્ડર ઇશ્યુ કરાયા

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણને લઈ સરકાર સતત પગલાઈ લઈ રહી છે. ત્યારે હવે સ્કૂલના ક્લાસરૂમને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ મામલે  પ્રવક્તા મંત્રી ઋષિકેશ…

gujarattak
follow google news

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણને લઈ સરકાર સતત પગલાઈ લઈ રહી છે. ત્યારે હવે સ્કૂલના ક્લાસરૂમને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ મામલે  પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા લેવાયેલા નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં નવા 21  હજાર વર્ગખંડો બાંધવા માટે કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. 10 હજાર નવા વર્ગખંડો બાંધવા તથા 21 હજાર વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે.

માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2021 સુધીના કોરોના કાળ દરમ્યાન કોઇ જ બાંધકામ પ્રવૃતિ ન થવાના કારણે રાજયમાં વર્ગખંડોની ઘટ વધી હતી. તા.30 એપ્રિલ 2022  સુધીમાં રાજયમાં લગભગ 21 હજાર વર્ગખંડોની ઘટ ઉભી થઇ હતી. આ ઘટ દૂર કરવા માટે 21  હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

3990  વર્ગખંડોનું રીપેરીંગ કામ પૂર્ણ
અત્યાર સુધીમાં અંદાજે 10  હજાર નવા વર્ગખંડો બાંધવા તથા 21  હજાર વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે.  અને બાંધકામની કામગીરી પણ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, વર્ષ 2022 દરમ્યાન નવા 1968  વર્ગખંડોનું બાંધકામ તથા 3990  વર્ગખંડોનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: G 20 સમિટને લઈ રાજ્યમાં તડામાર તૈયારી શરૂ, રિયલટાઇમ અપડેટ માટે સોશિયલ મીડિયા અકાઉન્ટ શરૂ કરાયા

પરિક્ષા પે ચર્ચામાં ગુજરાતના બે વિદ્યાર્થી ના નામની જાહેરાત કરવામાં આવી
પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે વિદ્યાર્થી અને શિક્ષકના નામની જાહેરાત કરતા  ઋષિકેશ પટેલે જણાવ્યું કે, દાહોદ ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની યુગ્મા લલિતભાઈ લબાના અને અમદાવાદ ખાતે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દક્ષ ભદ્રેશભાઈ પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનધિત્વ કરશે. જ્યારે એસ્કોર્ટ ટીચર તરીકે વિદ્યાર્થીઓ સાથે સરકારી શાળાના શિક્ષિકા પ્રાર્થનાબેન મહેતા સહભાગી થશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp