વિરેન જોશી, મહીસાગર: એક તરફ સરકાર ડ્રાય સ્ટેટની મોટી મોટી વાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ દારૂની મહેફિલની તૈયારીઓ થઈ રહી છે. આ દરમિયાન સરકારના કર્મચારીઓ જ ખુલ્લે આમ દારૂની મહેફિલની મજા માણતા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ગુજરાત તક આ વિડીયોની પુષ્ટી નથી કરતું
ADVERTISEMENT
એક તરફ ગાંધીજીના ગુજરાતમાં દારૂ બંધી છે. ત્યારે બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ દારૂના રસિકો મહેફિલ માણવાની તૈયારીઑ કરી દીધી છે. ત્યારે લુણાવાડા કોલેજ ગ્રાઉન્ડ માં રાત્રી દરમીયાન દારુની મહેફીલ માણતા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. કોલેજ ગ્રાઉન્ડમાં ડાંગર તોલવા આવેલા કર્મચારીઓની દારૂની મહેફીલ ચાલી રહી હતી તે દરમિયાન કોઈએ વિડીયો ઉતારી વાયરલ કરતાં હોબાળો મચ્યો છે. ગાંધીનગર અને હિંમત નગરથી આવેલા કર્મચારીઓનો દારૂ અને બીયર પીતા વિડીઓ વાયરલ થતાં હોબાળો મચ્યો છે.
દારૂબંધી સામે ઉઠયા સવાલો
વાયરલ થયેલા કર્મચારીના વિડીયોમાં કેટલાક કર્મચારીઓ દારૂ તેમજ બીયર હાથ માં રાખી અને હરતા ફરતા નજરે પડી રહ્યા છે. એક બાજુ મજૂરો તોલ માપ લઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ કર્મચારીઓ ગાડીના બોનેટ પર ખુલ્લેઆમ નશો કરી રહ્યા છે. જો કે આ કોલેજ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા ચાર દિવસથી ડાંગર ની ટેકા ના ભાવે ખરીદી થઈ રહી છે. ખેડૂતો કડકડતી ઠંડીમાં ડાંગર વેચાણ માટે આવી રહ્યાં છે અને ઠંડીમાં હેરાન થાય છે ત્યારે કર્મચારીએ બેખોફ બની અને સરકારના દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે. જોવાનું રહ્યું કે તંત્ર આ અધિકારીઓ પર એક્શન લે છે કે નહીં.
ADVERTISEMENT