R Ashwin : વર્લ્ડ કપ 2023 માટે ભારતીય સ્કવોર્ડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટાર સ્પિનર આર.અશ્વિને અક્ષર પટેલને રિપ્લેસ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
R.Ashwin Replace Axar Patel
વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સ્ટાર સ્પિનર આર.અશ્વિને ઓલરાઉન્ડર અક્ષર પટેલને રિપ્લેસ કરી દીધા છે. અક્ષર પટેલ ઇઝાના કારણે ટીમથી બહાર હતો. બીજી તરફ અશ્વિનને વર્લ્ડ કપની પહેલા ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ રમાયેલી વન ડે સીરીઝ માટે ટીમનો હિસ્સો બનાવાયો હતો, જેમાં તેમણે બોલથી કલામ દેખાડતા સિલેક્ટર્સને પ્રભાવિત કર્યા. અક્ષરની ઇજા અશ્વિન માટે તક સાબિત થઇ હતી.
અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે સૌથી અસરકારક બોલર
અશ્વિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે સીરીઝની બે મેચમાં 22 ની સરેરાશથી 4 વિકેટ ઝડપી હતી.ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ વન ડે સીરીઝ દ્વારા અશ્વિને વન ડેમાં લાંબા સમય બાદ પરત ફર્યા હતા. આ અગાઉ પહેલા અશ્વિને ભારત માટે આખરી વન ડે મેચ 21 જાન્યુઆરી, 2022 માં રમાઇ હતી. જો કે હવે તેમને મેગા ઇવેન્ટ માટે ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો બનાવી દેવામાં આવ્યો છે. તેઓ અત્યાર સુધી ભારત માટે 115 વનડે મેચ રમી ચુક્યો છે.
એશિયા કપમાં ઇજાગ્રસ્ત થયા અક્ષર
અત્રે ઉલ્લેખનીય છે કે, અક્ષર પટેલ એશિયા કપ 2023 માં બાંગ્લાદેશની વિરુદ્ધ સુપર-4 તબક્કામાં રમાયેલી મેચમાં ઇજાગ્રસ્ત થયા હતા. અક્ષરની ઇજા અંગે ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા કે, વર્લ્ડ કપ પહેલા તેઓ ફરીથી સાજા થઇ જશે, પરંતુ તેવું નથી થયું.
વર્લ્ડકપ માટે ભારતની સ્કવોર્ડ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયર અય્યર, કેએલ રાહુલ, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવીંદ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, આર.અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ.
ADVERTISEMENT