નવી દિલ્હી: રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રશિયાની બે દિવસીય મુલાકાતે છે. તેમનો પ્રવાસ બુધવારથી શરૂ થયો હતો ત્યારે આજે અજીત ડોભાલ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘણી બાબતો પર વ્યાપક ચર્ચા થઈ હતી, જેમાં બંને પક્ષો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ચાલુ રાખવા પર સહમતિ સધાઈ હતી.
ADVERTISEMENT
મોસ્કોમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું કે NSA અજીત ડોભાલ રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારી જાળવવા પર પણ સંમત થયા હતા.
આ મુદ્દે થઈ ચર્ચા
અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદના સચિવો/NSAની પાંચમી બેઠકમાં ભાગ લેવા ડોભાલ બુધવારે મોસ્કો પહોંચ્યા હતા. NSA ડોભાલે કહ્યું કે કોઈપણ દેશ અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કરી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોની સુખાકારી અને માનવતાવાદી જરૂરિયાતો ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને ભારત અફઘાન લોકોને તેમની જરૂરિયાતના સમયે ક્યારેય છોડશે નહીં. ભારતે કટોકટી દરમિયાન 40,000 મેટ્રિક ટન ઘઉં, 60 ટન દવાઓ, પાંચ લાખ કોવિડ રસી મોકલીને અફઘાનિસ્તાનને મદદ કરી છે.
આતંકવાદ મોટો ખતરો બન્યું
NSAએ કહ્યું કે આતંકવાદ આ ક્ષેત્ર માટે મોટો ખતરો બની ગયો છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોનો સામનો કરવા માટે સભ્ય દેશો વચ્ચે સુરક્ષા સહયોગ વધારવાની જરૂર છે.
આ પણ વાંચો: રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર કહ્યું, નેહરુ અટક રાખવામાં શેની શરમ?રશિયાના વિદેશ આંતરી આવી શકે છે ગુજરાત પ્રવાસે
ત્રણ મહિના પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકર રશિયાના પ્રવાસે પણ ગયા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે આર્થિક મોરચે અનેક સમજૂતીઓ કરવામાં આવી હતી.રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ 1 અને 2 માર્ચે ભારતની મુલાકાત લઈ શકે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT