લ્યો બોલો, હવે તો મહિલાઓ પણ જુગારની બદીમા વધી આગળ, પોલીસે રેડ પાડી અને કર્યું આ કામ

હેતાલી શાહ, ખેડા: રાજ્યમાં જુગારીઓ બેફામ બન્યા છે. ખૂણે ખાંચરે પોલીસ ન આંબે ત્યાં જુગારની હાટડી ખોલી જુગારીઓ રમવા લાગે છે. આ દરમિયાન પોલીસ પોતાના…

gujarattak
follow google news

હેતાલી શાહ, ખેડા: રાજ્યમાં જુગારીઓ બેફામ બન્યા છે. ખૂણે ખાંચરે પોલીસ ન આંબે ત્યાં જુગારની હાટડી ખોલી જુગારીઓ રમવા લાગે છે. આ દરમિયાન પોલીસ પોતાના સૂત્રો અને બાતમીના આધારે જુગારીઓને ઝડપી પાડે છે. ત્યારે પોલીસ અત્યાર સુધી અનેક જુગારીઓને પકડ્યા છે. એ પછી જુગાર રમતા હોય કે પછી રમાડતા હોય, અને તેમની સામે કાર્યવાહી પણ કરી છે. પરંતુ બોરીયાવી પોલીસે એવી બે મહિલા ને ઝડપી છે જે જુગાર રમતી અને રમાડી રહી હતી. પોલીસે બાતમીના આધારે બન્ને મહિલાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ રૂરલ પોલીસે બાતમીના આધારે બોરીયાવી ગામે સોનિયાની કૂઈ વિસ્તારમાં પોતાના ઘર પાસે જુગાર રમી-‌રમાડી રહેલી બે મહિલાઓને ઝડપી પાડી હતી. પોલીસે મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા 19,500 નો‌ મુદ્દામાલ કબજે લીધો હતો.=

બાતમીના આધારે પાડી રેડ
આણંદ રૂરલ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, બોરીયાવી નજીક સોનિયાની કૂઈ વિસ્તારમાં રહેતી મનીષા રણજીતભાઇ પરમાર તેના ઘરના પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે જુગાર રમે અને રમાડે છે. તેમજ આ મહિલા મોબાઇલથી પણ આંકફરકના આંકડા લે છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો મારતા મનીષા તેમજ અન્ય એક મહિલા સંતુબેન રામાભાઇ પરમાર મળી આવી હતી.

મોબાઈલમાં લખ્યા આંકડા
મહિલા પોલીસે બંને મહિલાઓની ધડપી પાડી મોબાઈલ તપાસતા તેમાં જુગારના આંકડા લખ્યા હોવાનું જોવા મળ્યું હતું. જેથી પોલીસે રૂપિયા 8,000 ની કિંમતના બે મોબાઇલ ફોન, તેમજ અંગજડતીમાંથી રોકડા રૂપિયા 1,500 મળી કુલ રૂપિયા 19,500 નો મુદ્દામાલ કબજે લઈ બંને મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: OBC કમિશન મામલે ઇસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર કહ્યું, સરકારની OBC વિરોધી માનસિકતા

બે દિવસમાં છ જુગારી ઝડપી પાડયા
મહત્વનુ છે કે, આણંદ મા જુગારની બદીઓ નાથવા માટે જીલ્લા પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે. અને જે દરમ્યાન છેલ્લા બે દિવસમાં આંકલાવ ના વિવિધ વિસ્તારોમાંથી છ જુગારીઓ ઝડપી પાડ્યા છે. અને આજે જુગાર રમતી અને રમાડતી 2 મહિલાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા હવે જુગારીઓ મા પણ પોલીસનો ડર જોવા મળી રહ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp