RISHABH PANT CAR ACCIDENT: ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિષભ પંતના કાર અકસ્માત કેસમાં હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. પંતે પોતે આ ખુલાસો કર્યો છે. અકસ્માત બાદ જ્યારે પંતને રૂરકીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારપછી પંતે કહ્યું હતું કે ઉંઘ આવી જવાને કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
ADVERTISEMENT
રૂરકી પછી રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. પંતને મળવા માટે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ની એક ટીમ પણ અહીં પહોંચી છે. આ દરમિયાન રિષભ પંતે ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્માને મળીને નવો ખુલાસો કર્યો છે. શ્યામ શર્માએ એજન્સીને શું માહિતી આપી એના પર નજર કરીએ…
ખાડો બચાવવાના પ્રયાસમાં પંતનો અકસ્માત થયો..
જ્યારે શ્યામ શર્મા રિષભ પંતને તેની હાલત વિશે પૂછવા મળ્યા, ત્યારે અકસ્માત કેવી રીતે થયો? તેના વિશે પણ વાત કરી. તેના પર પંતે ખુલાસો કર્યો કે ગાડી ચલાવતા સમયે ખાડો સામે આવી ગયો હતો. તેનાથી બચવા જતાં આ અકસ્માત થયો હતો. વાસ્તવમાં, શ્યામ શર્માને પૂછવામાં આવ્યું હતું કે પંતે અકસ્માતનું શું કારણ આપ્યું? આના પર ડીડીસીએના ડિરેક્ટરે એજન્સીને કહ્યું, ‘રાતનો સમય હતો… તે ગાડી ચલાઈ રહ્યો હતો. અચાનક તેની સામે મોટો ખાડો આવી ગયો હતો. એનાથી બચવાના પ્રયાસમાં આ દુર્ઘટના ઘટી હતી.
BCCI લંડનમાં પંતની સારવાર અંગે નિર્ણય લેશે
શ્યામ શર્માએ કહ્યું કે રિષભ પંતને અત્યારે એરલિફ્ટ કરવાની જરૂર નથી. હાલ તેને દિલ્હી શિફ્ટ કરવામાં આવશે નહીં. જો રિષભ પંતને લિગામેન્ટની સારવાર માટે લંડન લઈ જવો પડશે તો તે બીસીસીઆઈ દ્વારા નક્કી કરવામાં આવશે. BCCI રિષભ પંતને ગમે ત્યાં શિફ્ટ કરવાનો નિર્ણય લેશે. રિષભ પંતને થોડો દુખાવો છે, પરંતુ તે હજી પણ સહન કરી શકે એવો જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈ તમામ ડોક્ટરોના સંપર્કમાં છે.
રિષભ પંત બે મહિનામાં રમવા માટે સજ્જ થઈ શકે
તે જ સમયે, ડીડીસીએના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ કહ્યું, ‘રિષભ પંતના અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર, તેને ગંભીર ઈજા થઈ નથી. અમને આશા છે કે પંત 2 મહિનામાં મેદાનમાં આવી જશે. DDCAના ડિરેક્ટર શ્યામ શર્મા રિષભ પંતને મળવા દેહરાદૂન પહોંચ્યા છે અને BCCI રિષભ પંતને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યું છે.
પંત કાર ચલાવીને રૂરકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો અને…
તમને જણાવી દઈએ કે ઈજાના કારણે રિષભ પંતને શ્રીલંકા સામેની આગામી શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો ન હતો. આ પછી તે પોતાની કારમાં રૂરકી જઈ રહ્યો હતો. ત્યારે આ કાર અકસ્માત રૂરકી નજીક ગુરુકુલ નરસન વિસ્તારમાં થયો હતો.
પંત કારમાં એકલો હતો અને પોતે ડ્રાઇવ કરી રહ્યો હતો. અકસ્માત બાદ પંતે કહ્યું હતું કે તે ડ્રાઇવિંગ કરતી વખતે સૂઈ ગયો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી જેના કારણે અકસ્માત થયો હતો. પંતે કહ્યું કે તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો. આ પછી કારમાં ભીષણ આગ લાગી હતી.
ADVERTISEMENT