ખેરાલુ વિધાનસભાના 3 ગામમાં એક પણ મત ના પડ્યો, લોકોએ મતદાનનો કર્યો બહિષ્કાર

કામિની આચાર્ય, મહેસાણા:ગુજરાત વિધાનસભાની  ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી…

gujarattak
follow google news

કામિની આચાર્ય, મહેસાણા:ગુજરાત વિધાનસભાની  ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે.  ત્યારે આજે બીજા અને અંતિમ તબક્કાના મતદાન દરમિયાન ખેરાલુ તાલુકાના ડાઓલ, ડાલીસણા અને વરેઠા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.

ખેરાલુ તાલુકાના ડાઓલ, ડાલીસણા અને વરેઠા ગામના લોકો પાણીના મુદ્દે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે ત્યારે વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં આ જ મુદ્દે તેઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. જેના ભાગરૂપે આજે ગામજનોએ મતદાન ન કરતા મતદાન મથકો ઉપર કાગડા ઉડી રહ્યા છે. પાણીના મુદ્દે મતદાનનો બહિષ્કાર કરી રહેલા ત્રણ ગામોમાં 5,000 થી વધુ મતદારો છે ત્યારે ચૂંટણી વિભાગે પાણી આપવાનું આશ્વાસન આપીને ગામજનોને મતદાન કરવા સમજાવ્યા હતા પરંતુ કોઈ ટસનું મસ થયું નહોતું. પાણીના મુદ્દે લડત ચલાવી રહેલા આ ત્રણે ગામોમાં સવારથી ચૂંટણી સ્ટાફની સાથે સાથ પોલીસ બંદોબસ્ત પણ તહેનાત કરાયો હતો. અહીં ઇવીએમ મશીન પણ ફાળવી દેવામાં આવ્યા છે પરંતુ મત આપવા માટે મતદારો ફરક્યા નથી.

પાણી નહીં તો મત નહીં
ગામજનોનું કહેવું છે કે, પાણીના મુદ્દે લાંબા સમયથી લડત લઈ રહ્યા છીએ. ગૌસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અમે મતદાન થી અળગા રહ્યા હતા છતાં પણ સરકાર તરફથી મારી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી શકાયું નથી ત્યારે વર્તમાન ચૂંટણીમાં મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. અમારે પણ મતદાન કરવું છે અને મતદાન કરવું તે તમામનો અધિકાર છે પરંતુ ગામજનો એ માતાજીના સોગંદ ખાધા છે કે જ્યાં સુધી ગામમાં પાણી નહીં આવે ત્યાં સુધી મતદાન નહીં કરીએ.

    follow whatsapp