નવી દિલ્હી: નોકિયાએ 60 વર્ષ બાદ પોતાનો આઇકોનિક લોગો બદલ્યો છે. જોકે 1966 થી નોકિયાના લોગોમાં કેટલાક ફેરફારો થયા છે, પરંતુ હવે લોગો સંપૂર્ણપણે બદલાઈ રહ્યો છે. લોગો બદલવાની સાથે જ એવું લાગે છે કે કંપની હવે ફરી એકવાર મોબાઈલ બિઝનેસ સિવાય નેટવર્ક બિઝનેસ પર ફોકસ કરવાની તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT
નોકિયાનો નવો લોગો પાંચ આકાર સાથે બનાવવામાં આવ્યો છે જે એકસાથે નોકિયાનું પ્રતિનિધિત્વ કરે છે. નોકિયાનો લોગો હંમેશા વાદળી રંગનો હતો, પરંતુ હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
જૂના ક્લાસિક લોગો સાથેના તેના સ્માર્ટફોન્સ વેચશે
નોકિયા માત્ર સ્માર્ટફોન જ નહીં, પરંતુ 5G સાધનો પણ બનાવે છે, અને આ માટે હવે બે નોકિયા લોગો દેખાશે. એક લોગો ખાસ મોબાઇલ ફોન સેગમેન્ટ માટે મૂકવામાં આવ્યો છે, જ્યારે બીજો લોગો કંપનીના અન્ય વ્યવસાયો માટે છે. નોકિયા મોબાઈલ બ્રાન્ડની વાત કરીએ તો ફિનિશ કંપની એચએમડી ગ્લોબલ પાસે નોકિયા મોબાઈલ ફોન બનાવવાનું લાઇસન્સ છે. ભલે નોકિયાએ તેનો લોગો બદલ્યો છે, પરંતુ રિપોર્ટ અનુસાર HMD ગ્લોબલે કહ્યું છે કે તે નોકિયાના જૂના ક્લાસિક લોગો સાથેના તેના સ્માર્ટફોન્સ વેચશે.
જાણો શું કહ્યું સીઇઓએ
નોકિયાના સીઈઓએ કહ્યું છે કે નોકિયા હવે માત્ર એક સ્માર્ટફોન કંપની નથી રહી, હવે તે એક બિઝનેસ ટેક્નોલોજી કંપની બની ગઈ છે. સ્પેનના બાર્સેલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ ચાલી રહી છે અને આ દરમિયાન કંપનીએ નોકિયાના નવા લોગોની જાહેરાત કરી છે.કંપનીના સીઈઓએ પોતાના બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે મોટાભાગના લોકો નોકિયાને માત્ર એક સફળ મોબાઈલ બ્રાન્ડ તરીકે જ જાણે છે. પરંતુ નોકિયા માત્ર મોબાઈલ ફોન વિશે નથી. કંપની તેના નેટવર્ક બિઝનેસ તરફ પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. નોકિયા એક એવી બ્રાન્ડ લાવવા માંગે છે જે નેટવર્ક અને ઔદ્યોગિક ડિજિટલાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે લેગસી મોબાઇલ ફોન બિઝનેસથી સંપૂર્ણપણે અલગ છે.
2024 પછી જોવા મળશે લોગો
આ લોગો 2024 પહેલા નોકિયાની કોઈ પ્રોડક્ટ પર જોવા મળશે નહીં. કારણ કે હાલના ઉત્પાદનો જૂના લોગો સાથે જ વેચવામાં આવશે. એચએમડી ગ્લોબલ નોકિયા મોબાઇલ ફોન બનાવે છે, તેથી તે જોવાનું રસપ્રદ રહેશે કે શું HMD ગ્લોબલ આગામી સમયમાં આ નવા લોગોવાળા ફોન વેચશે કે નહીં.
ADVERTISEMENT