નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટના (Budget 2023-24) ભાષણ દરમિયાન મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. જેમાં કરપાત્ર આવકની મર્યાદાને વધારવામાં આવી છે. જેને રૂ.5 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવી છે. એટલે કે રૂ.7 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે. આવકવેરાના સ્લેબમાં 9 વર્ષ પછી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત કરાઈ છે.
ADVERTISEMENT
અત્યાર સુધી 5 લાખ સુધીની આવક પર કોઈ આવક નહોતી આપવી પડતી. પરંતુ હવે સરકારે આ કેપને વધારીને 7 લાખ રૂપિયા કરી દીધી છે. નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત હવે બેસિક એક્ઝમ્પશન લિમિટ 3 લાખ રૂપિયા કરી દીધી છે. હવે 6 ટેક્સ સ્લેબની જગ્યાએ 5 ટેક્સ સ્લેબ હશે. નવી ટેક્સ રીઝીમમાં 15.5 લાખ સુધીની આવક પર 52,500 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન કરી દેવામાં આવ્યું છે.
નવા ટેક્સ સ્લેબની જાહેરાત
આવક | ટેક્સ (%) | કરપાત્ર રકમ |
0 થી 3 લાખ | 0 ટકા | 0 |
3 થી 6 લાખ | 5 ટકા | 15000 |
6 થી 9 લાખ | 10 ટકા |
15 હજાર + 30 હજાર
|
9 થી 12 લાખ | 15 ટકા |
45 હજાર + 45 હજાર
|
12 થી 15 લાખ | 20 ટકા |
90 હજાર + 60 હજાર
|
15 લાખથી વધારે | 30 ટકા |
1.5 લાખ + બાકી આવકના 30 ટકા
|
પહેલા કેટલો હતો ટેક્સનો સ્લેબ
આ પહેલા વર્ષ 2020-21 માટે કેન્દ્રિય બજેટ રજૂ કરતા સમયે નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી ઈન્કમ ટેક્સ વ્યવસ્થાની જાહેરાત કરી હતી. જેમાં ટેક્સના સ્લેબ રજૂ કરાયા હતા. જે અંતર્ગત 0-2.50 લાખ સુધીની આવક સંપૂર્ણ રીતે આવકમાં છૂટ હતી. 2.50 લાખથી 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સની જોગવાઈ. 5થી 7.50 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ અને 7.50 લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકા, 10થી 12.50 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 12.50થી 15 લાખની આવક સુધી 25 ટકા ટેક્સ આપવાનો હતો. જ્યારે 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ હતો.
ADVERTISEMENT