અમૃતસર: પંજાબના અમૃતસરમાં ‘ખાલિસ્તાની’ અમૃતપાલ સિંહના સમર્થકોએ અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન છ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંજાબના અમૃતસરમાં ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા અમૃતપાલ સિંહના સમર્થકોએ આજે અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આમાં છ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેમને અજનાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમૃતપાલ સિંહ કહે છે કે, અમારા એક સાથીદારની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી, તે નિર્દોષ છે. તેને હેરાન કરવામાં આવી રહ્યો છે. અમૃતપાલ સિંહે ધમકી આપી હતી કે, જો FIRમાંથી તેમનું નામ હટાવવામાં નહીં આવે તો પોલીસ સ્ટેશનને ઘેરી લેશે.
ADVERTISEMENT
અમૃતપાલના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
મળતી માહિતી અનુસાર, અમૃતસરમાં અમૃતપાલ સિંહના સમર્થકોની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ મામલામાં અમૃતસરના એસએસપીએ કહ્યું કે, અમૃતપાલે પુરાવા આપ્યા છે, જાણવા મળ્યું છે કે તુફાન સિંહ દોષિત નથી, તેથી આવતીકાલે તુફાન સિંહને છોડી દેવામાં આવશે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ‘જ્યારે લોકો હિંદુ રાષ્ટ્રની માંગ કરી શકે છે તો ખાલિસ્તાન કેમ નહીં’, આ મામલે અમૃતપાલ સિંહે કહ્યું કે, અમે ખાલિસ્તાન મુદ્દાને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે હલ કરીશું. જ્યારે લોકો હિંદુ રાષ્ટ્રની માંગ કરી શકે છે તો આપણે ખાલિસ્તાનની માંગ કેમ ન કરી શકીએ.
દિવંગત પીએમ ઇંદિરા ગાંધીએ પણ કિંમત ચુકવવી પડી હતી
અમૃતપાલે કહ્યું કે, દિવંગત પીએમ ઈન્દિરા ગાંધીએ ખાલિસ્તાનનો વિરોધ કરવાની કિંમત ચૂકવવી પડી હતી. પીએમ મોદી હોય, અમિત શાહ હોય કે ભગવંત માન હોય અમને કોઈ રોકી શકશે નહીં. મારા અને મારા સમર્થકો પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. અમૃતપાલે કહ્યું કે, જો ભારત લોકશાહી દેશ છે તો શાંતિપૂર્ણ વિરોધને કચડી નાખવો જોઈએ નહીં. આપણા વડવાઓએ દેશને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો, આપણે આપણા ધર્મ અને આપણા સમુદાયને બચાવવા માટે પોતાનું બલિદાન આપવા પણ તૈયાર છીએ.
સુધીર સુરીની હત્યામાં પણ અમૃતપાલની સંડોવણી
પંજાબના શિવસેના નેતા સુધીર સૂરીની હત્યા કેસમાં પણ અમૃતપાલ સિંહનું નામ સામે આવ્યું છે. સુધીર સૂરીના પરિવારે પણ હત્યા કેસમાં અમૃતપાલ સિંહનું નામ સામેલ કરવાની માંગ કરી હતી. આ પછી પોલીસે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહને મોગાના સિંગાવાલા ગામમાં નજરકેદ કરી દીધા હતા. વાસ્તવમાં, અમૃતપાલ સિંહ જલંધરના વિશાલ નગરમાં કીર્તન માટે જવાના હતા, ત્યારે પોલીસે અમૃતપાલને ગુરુદ્વારા પાસે નજરકેદ કરી દીધો હતો.
અમૃતપાલના સમર્થકોના ઘાતક હુમલામાં 6 પોલીસ કર્મચારી ઘાયલ
અમૃતપાલના સમર્થકોએ હુમલો કર્યો, બેરિકેડ્સ તોડી નાખ્યા. અજનલા પોલીસ સ્ટેશન પહોંચેલા સમર્થકોએ પોલીસ બેરિકેડ્સ તોડી નાખ્યા. તલવારો અને બંદૂકો. અમૃતપાલ સિંહના નજીકના સાથી લવપ્રીત તુફાનની ધરપકડના વિરોધમાં સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા.સુધીર સૂરી હત્યા કેસમાં પોલીસે ઘટનાના થોડા સમય બાદ હુમલાખોર સંદીપ સિંહની ધરપકડ કરી હતી. તેની કાર પણ જપ્ત કરવામાં આવી હતી.
આરોપીઓની ગાડીમાં ખાલિસ્તાનના નારા હતા.
આરોપીની કારમાં ખાલિસ્તાનીઓનું પોસ્ટર હતું.આ સિવાય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સંદીપની તાજેતરની પોસ્ટ પરથી ખબર પડી હતી કે તે કટ્ટરપંથી છે.સંદીપ સિંહે તેના એકાઉન્ટમાંથી અમૃતપાલ સિંહના અનેક વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાં ખાલિસ્તાન તરફી નેતા સાથેની મુલાકાતનો વીડિયો પણ સામે આવ્યો હતો.અમૃતપાલને ખાલિસ્તાની સમર્થક માનવામાં આવે છે.
જરનૈલસિંહનો સમર્થક છે અમૃતપાલ જરનૈલ
અમૃતપાલ જરનૈલ સિંહ ભિંડરાનવાલેનો સમર્થક છે. તેને ખાલિસ્તાની સમર્થક માનવામાં આવે છે. અમૃતપાલને સપ્ટેમ્બરમાં સંસ્થાના વડા બનાવવામાં આવ્યા છે. ‘વારિસ પંજાબ દે’ સંસ્થાની રચના અભિનેતા સંદીપ સિંહ ઉર્ફે દીપ સિદ્ધુએ કરી હતી. 26 જાન્યુઆરી, 2021ના રોજ લાલ કિલ્લાના રમખાણોમાં દીપ સિદ્ધુ મુખ્ય આરોપી હતો.
એક કલાકમાં કેસ રદ્દ નહી થાય તો જે થશે તેના માટે સરકાર જવાબદાર
અમૃતપાલે કહ્યું – જો એક કલાકમાં કેસ રદ નહીં થાય, તો વહીવટીતંત્ર જવાબદાર રહેશે આ હેતુ માટે FIR નોંધવામાં આવી હતી. જો તેઓ એક કલાકમાં કેસ રદ નહીં કરે, તો આગળ જે પણ થશે, વહીવટીતંત્ર જવાબદાર રહેશે… તેમને લાગે છે કે અમે કંઈ કરી શકતા નથી, તેથી આ શક્તિ પ્રદર્શન જરૂરી હતું.
ADVERTISEMENT