Lok Sabha Election: શું રાજકારણમાંથી સંન્યાસ લેશે નીતિન પટેલ?, કહ્યું- 'હું મારી દાવેદારી પરત ખેંચુ છું'

Lok Sabha Election 2024 BJP Candidate: લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.

Lok Sabha Election

લોકસભાની ચૂંટણી પહેલા નીતિન પટેલે ચોંકાવ્યા

follow google news

Lok Sabha Election 2024 BJP Candidate: લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ગુજરાતની 26 બેઠકમાંથી  15 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે 11 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. જેમાં મહેસાણા બેઠકનો પણ સમાવેશ થાય છે. એટલે ભાજપે આ બેઠક પર પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી.

સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ 

મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલું છે. તે પહેલા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં નીતિન પટેલે લોકસભાના ઉમેદવાર તરીકેની દાવેદારી પરત ખેંચી છે.

હું દાવેદારી પરત ખેચું છુંઃ નીતિન પટેલ

નીતિન પટેલે જણાવ્યું કે, મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ પણ ચાલું છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું.

'સર્વે કાર્યકરો અને સાથીદારોનો આભાર'

તેઓએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાત પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વ કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વે સાથીદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું.

કઈ બેઠક પર કોનું નામ કરાયું છે જાહેર?

 

    follow whatsapp