વિપિન પ્રજાપતિ /પાટણઃ ભાજપ દ્વારા ગૌરવા યાત્રાનું આયોજન કરી વિવિધ સ્થળે વિશાળ જનસભાને સંબોધિત કરાઈ રહી છે. તેવામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રિ નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હિન્દુ દીકરીઓની કોઈ ચોક્કસ સમાજ દ્વારા જ્યારે છેડતી થાય છે એના સામે કાર્યવાહી કરીએ તો પણ આરોપો આપણા પર લાગે છે. ચોક્કસ સમાજને પજવણીના આરોપો લગાડવામાં આવે છે. આની સાથે તેમણે અન્ય સમાજ પર ટિપ્પણી કરતા કહ્યું કે હિન્દુ દીકરીઓને ખોટી રીતે ન ફસાવવાના ફતવાઓ તેઓ કેમ બહાર પાડતા નથી? એટલું જ નહીં તે સમાજના યુવકો આપણી દીકરીઓને ભગાડી દે છે અને પછી એકાંતમાં નિકાહ પણ કરી લેતા હોય છે.
ADVERTISEMENT
નીતિન પટેલે કર્યા આકરા પ્રહારો…
કોઈ ચોક્કસ સમાજ પહેલા તો હિન્દુ દિકરીઓની છેડતી કરે છે અને પછી સરકાર કડક થાય છે. ત્યારપછી એ લોકો કહે છે કે તમે એક ચોક્કસ સમાજને હેરાન કરો છો. તેવામાં હવે મારો એ સમાજના લોકોને સવાલ છે કે તમે વિવિધ ફતવાઓ બહાર પાડો છો ત્યારે એવો ફતવો કેમ બહાર નથી પાડતા કે હિન્દુ દીકરીઓની સાથે લગ્ન નહીં કરવાના.
દીકરીઓ સાથે ખાનગી નિકાહ કરી લે છે- નીતિન પટેલ
નીતિન પટેલે વધુમાં કહ્યું કે આપણી દીકરીઓને આ સમાજ ભગાડી દે છે અને પછી ખાનગીમાં નિકાહ પણ કરી લેતા હોય છે. આની સાથે નીતિન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કામની પ્રશંસા કરી હતી. તથા હર્ષ સંઘવીના નિર્ણયોને પણ આવકાર્યા હતા.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે આ સમાજના લોકો સરકારી જમીન પર અતિક્રમણ કરી અનઅધિકૃત કામ કરી દેશદ્રોહી કૃત્યો કરી રહ્યા છે. બેટ દ્વારકામાં હજારો વર્ષ જૂનું ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે. અહીં પણ આ ચોક્કસ સમાજના લોકોએ સરકારી જમીન પર ગેરકાયેદસર રીતે સેંકડો મકાન બાંધી લીધા હતા.
ADVERTISEMENT