જ્યૂરિખ: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાનું (Neeraj Chopra) શાનદાર પ્રદર્શન યથાવત છે. નીરજ ચોપડાએ 88.44 મીટરના બેસ્ટ થ્રો સાથે ડાયમંડ લીગની ફાઈનલ જીતી લીધી છે. નીરજ આ ટાઈટલ જીતનારા પહેલા ભારતીય એથલિટ છે. નીરજે આ પહેલા વર્ષ 2017 અને 2018માં પણ ફાઈનલ માટ ક્વોલિફાઈ કર્યું હતું, જ્યાં તે ક્રમશ: સાતમા અને ચોથા સ્થાન પર રહ્યા હતા. પરંતુ આ વખતે નીરજે ડાયમંડ ટ્રોફી જીતીને વધુ એક સફળતા મેળવી છે.
ADVERTISEMENT
88.44 મીટર દૂર ભાલો ફેંકી ટ્રોફી જીત્યા
જ્યૂરીખમાં યોજાયેલી ડાયમંડ લીગ ફાઈનલમાં નીરજની શરૂઆત ખરાબ રહી અને તેમનો પહેલો થ્રો ફાઉલ રહ્યો. આ બાદ બીજા પ્રયામાં તેમણે 88.44 મીટર દૂર ભાલો ફેંકીને પ્રતિદ્વંદ્વી ખેલાડીઓ પર લીડ મેળવી. ત્રીજા પ્રયાસમાં નીરજે 88.00 મીટર, ચોથામાં 86.11 મીટર, પાંચમામાં 87.00 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં 83.60 મીટર દૂર ભાલો ફેંક્યો.
આખરે પૂરી થઈ ડાયમંડ ટ્રોફી જીતવાની ઈચ્છા
ડાયમંડ લીગ ફાઈનલમાં ચેક ગણરાજ્યના જેકબ વાડલેચ 86.94 મીટરે બેસ્ટ થ્રો કરીને બીજા અને જર્મનીના જૂલિયન વેબર 83.73 મીટરનો થ્રો કરીને ત્રીજા નંબર પર રહ્યા. નીરજે 2021ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ, 2018માં એશિયલ ગેમ્સમાં ગોલ્ડ, 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોર્ડ, 2022માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક જીત્યો હતો. તેમની ડાયમંડ ટ્રોફી જીતવાની ઈચ્છા હતા, જે આખરે પૂરી થઈ ગઈ છે.
જુલાઈમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈજા થઈ હતી
નીરજ આ વર્ષે જુલાઈમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 88.13 મીટરનો થ્રો કરીને કાંસ્ય પદક જીત્યા હતા. આ ટૂર્નામેન્ટમાં નીરજને ગ્રોઈન ઈજા થઈ હતી. આ બાદ તેમને ચાર-પાંચ અઠવાડિયાના આરામની સલાહ અપાઈ હતી. એવામાં તેમણે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ નહોતો લીધો. જોકે ઈજાથી મુક્ત થયા બાદ ફરી નીરજે ધમાકેદાર કમબેક કર્યું છે.
ADVERTISEMENT