ફિલ્મી પડદા પર પોતાના દમદાર ડાયલોગ માટે જાણીતા સુપરસ્ટાર સની દેઓલ અને શત્રુઘ્ન સિન્હા પૂર્ણ થઈ રહેલી 17મી લોકસભામાં એક શબ્દ પણ નથી બોલ્યા. 543 સભ્યો ધરાવતી વર્તમાન લોકસભામાં કુલ 9 સાંસદો એવા છે કે જેમણે ગૃહમાં એક પણ વખત પોતાની વાત નથી રાખી. જેમાંથી 6 સાંસદો ભાજપના છે અને ચાર તો કર્ણાટકમાંથી ચૂંટાઈને આવ્યા છે.
ADVERTISEMENT
સ્પીકરે પણ અનેક વખત આપી તક
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આ વિષય પર વાત કરવા માટે એવા તમામ સભ્યોનો સંપર્ક કર્યો જેમને સંસદમાં બોલવાની તક નથી મળી. તેમને પોતાની બોલાવવામાં આવ્યા હતા અને તેમના મંતવ્યો રજૂ કરવાની ખાસ તક આપવામાં આવી જેથી તેઓ રાષ્ટ્રીય મહત્વના કોઈપણ ગંભીર મુદ્દા પર ગૃહમાં પોતાનો પક્ષ રાખી શકે. ધ હિન્દુમાં છપાયેલા રિપોર્ટ મુજબ, એક વરિષ્ઠ સંસદીય અધિકારીએ જણાવ્યું કે લોકસભા સ્પીકરે આ સાંસદોને શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પણ પોતાની વાત ગૃહમાં કહેવાની તક આપી, પરંતુ તેઓ કોઈ પરિણામ સુધી ન પહોંચી શક્યા. સ્પીકર ઓમ બિરલાએ ઓછામાં ઓછા બે વખત સની દેઓલનો સંપર્ક કર્યો હતો.
આસનસોલથી સાંસદ છે શત્રુઘ્ન સિન્હા
તમને જણાવી દઈએ કે ભાજપ નેતા અને ફિલ્મ સ્ટાર સની દેઓલ પંજાબના ગુરદાસપુર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે શત્રુઘ્ન સિન્હાને 2022માં પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી TMC દ્વારા લોકસભામાં મોકલવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ ભાજપમાં હતા. આ સીટ ગાયક બાબુલ સુપ્રિયોની હતી, જેઓ આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત્યા હતા, જેઓના તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા બાદ આ ખાલી પડી હતી.
આ સાંસદોએ પણ નથી રાખી પોતાની વાત
જો આપણે આ યાદીમાં અન્ય સંસદ સભ્યો વિશે વાત કરીએ તો સની દેઓલ અને શત્રુઘ્ન સિન્હા પછી નામ પશ્ચિમ બંગાળના તમલુક લોકસભા મતવિસ્તારના દિવ્યેન્દુ અધિકારીનું આવે છે, જેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીના નાના ભાઈ છે. રાજ્યમાં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા અધિકારી તૃણમૂલ છોડીને ભાજપમાં જોડાયા હતા. ન બોલનારાઓની યાદીમાં કર્ણાટકના ચાર સાંસદ બી.એન. બાચે ગૌડા (ચિક્કાબલ્લાપુર), અનંતકુમાર હેગડે (ઉત્તર કન્નડ), વી. શ્રીનિવાસ પ્રસાદ (ચામરાજનગર) અને રમેશ સી. જીગાજીનાગી (બીજાપુર)નું નામ સામેલ છે. આ ચારેય ભાજપના નેતાઓ છે. તો આસામના લખીમપુર સીટથી ભાજપ સાંસદ પ્રધાન બરુઆ અને BSPની ટિકિટ પર ઘોસીથી ચૂંટાયેલા અતુલ કુમાર સિંહ આ યાદીમાં સામેલ અન્ય બે નામ છે.
લેખિતમાં કે મૌખિક રીતે કોઈ પ્રશ્નો પૂછ્યા નથી
આ નવ સાંસદોમાંથી ઓછામાં ઓછા છ સાસંદોએ લેખિત પ્રશ્નો પૂછીને તેમની ભાગીદારી નોંધાવી છે પરંતુ ત્રણ સભ્યો એવા છે જેમણે ન તો લેખિતમાં કે મૌખિક રીતે કોઈ પ્રશ્નો પૂછ્યા નથી. જોકે, સંસદીય કાર્યવાહી દરમિયાન રમેશ જીગાજીનાગી લાંબા સમય સુધી નાદુરસ્ત રહ્યા હતા. તો અતુલ કુમાર સિંહે આ સમયગાળા દરમિયાન જેલમાં લાંબો સમય પસાર કર્યો હતો.
ADVERTISEMENT