સુરત: સુરતમાં એક ચોંકાવનારો અને માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. મગદલ્લા ગામમાં નવજાત બાળકને ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ બાળકને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યું હોય તેમ લાગું રહ્યું છે, ત્યજેલું બાળક મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ADVERTISEMENT
પોલીસે શંકાસ્પદ યુવતીની પૂછપરછ હાથ ધરી
સુરતના મગદલ્લા ગામમાં એક નવજાત ત્યજી દેવાયેલું મૃત બાળક મળી આવ્યું છે. નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દીધું હોય તેવી ચર્ચાઓ ઉઠી છે. જોકે બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પોલીસે તપાસ શરૂ કરતા સીસીટીવી કેમેરામાં બિલ્ડીંગ પરથી નવજાતને નીચે ફેંકી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. નવજાત બાળકને ફેંકી દેવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના મુદ્દે પોલીસ દ્વારા એક શંકાસ્પદ યુવતીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં નવસારીમાં પણ મંદિરના બાંકડે નવજાત ત્યજી દેવાયું હતું
નોંધનીય છે કે, તાજેતરમાં નવસારીમાં પણ આ પ્રકારનો કિસ્સો બન્યો હતો. જેમાં કસ્બા ગામના રાધાકૃષ્ણ મંદિરના પરિસરના બાંકડા પર કોઈ બે દિવસની નવજાત બાળકીને તરછોડીને જતુ રહ્યું હતું. જોકે પૂજારી અને તેનીની પત્નીની નજર આ બાળકી પર પડતા તેમણે શાલ અને ધાબળો ઉઢાડ્યો હતો અને મંદિર ટ્રસ્ટના પ્રમુખને ફોન કરીને બોલાવ્યા હતા.
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT