નેટફ્લિક્સના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે CEO પદ પરથી આપ્યું રાજીનામું, જાણો કોને સોંપી કમાન

નવી દિલ્હી: OTT પ્લેટફોર્મ Netflix Inc.ના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે ગુરુવારે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ના પદ પરથી રાજીનામું આપ્યું. રાજીનામું આપતી વખતે તેમણે કહ્યું કે…

gujarattak
follow google news

નવી દિલ્હી: OTT પ્લેટફોર્મ Netflix Inc.ના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે ગુરુવારે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ના પદ પરથી રાજીનામું આપ્યું. રાજીનામું આપતી વખતે તેમણે કહ્યું કે નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે. તેમણે હવે લાંબા સમયથી ભાગીદાર અને સહ-સીઈઓ ટેડ સારાન્ડોસ અને કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્રેગ પીટર્સને જવાબદારી સોંપી છે.

રીડ હેસ્ટિંગ્સ હવે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપશે. ટેડ સરાન્ડોસ અને ગ્રેસ પીટર્સ સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે. Netflix પરના આ ફેરફારો તરત જ પ્રભાવી થશે. પીટર્સ અને સારાન્ડોઝને કોરોના સમયગાળા  દરમિયાન પ્રમોટ કરવામાં આવ્યા હતા. આ સમય કંપની માટે પડકારજનક સમય હતો.

 2022માં લીધા આ પગલાં
નેટફ્લિક્સે 2022 ના પહેલા છ માસમાં ખૂબ મોટા પ્રમાણમાં સબ્સ્ક્રાઇબર ગુમાવ્યા હતા. પરંતુ બીજા છ માસમાં સબ્સ્ક્રાઇબરમાં સતત વધારો જોવા મળ્યો હતો . Netflix પછી કંપનીના લાભ માટે તેની નીતિમાં ફેરફાર કર્યો, ગયા નવેમ્બરમાં 12 દેશોમાં  જાહેરાત-સમર્થિત વિકલ્પ રજૂ કર્યો. તેણે પાસવર્ડ શેરિંગ પર કડક કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરી છે. નેટફ્લિક્સે તેના શેરધારકોને એક પત્ર લખીને જણાવ્યું હતું કે 2022 મુશ્કેલ વર્ષ હશે. અમારું માનવું છે કે અમારી આવક વૃદ્ધિને પુનર્જીવિત કરવા માટે અમારી પાસે સ્પષ્ટ માર્ગ છે.

આ પણ વાંચો: રાધિકા-અનંતની સગાઈમાં ડોગ એન્ગેજમેન્ટ રિંગ લઈને આવ્યું, મુકેશ-નીતા અંબાણીએ કર્યો સરપ્રાઈઝ ડાંસ

તમામ રેકોર્ડ તોડયા
ગુરુવારે  19 જાન્યુઆરીના રોજ  નેટફ્લિક્સે   તમામ રેકોર્ડ તોડીને  ગ્રાહકોની સંખ્યા વધીને 230 મિલિયનથી વધુ થઈ ગઈ છે. બીજી તરફ Netflixના શેરમાં ગયા વર્ષે લગભગ 38 ટકાનો ઘટાડો થયો હતો. જોકે, બાદમાં કંપનીનું ટ્રેડિંગ 6.1 ટકા વધીને  335.05 ડોલર થયું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp