તુર્કીમાં NDRFની ટીમે 6 વર્ષની બાળકીને કાટમાળમાંથી જીવતી બહાર કાઢી, અમિત શાહે શેર કર્યો વીડિયો

ઈસ્તાંબુલ: ભૂકંપથી તબાહ થયેલા તુર્કી અને સીરિયામાં લગભગ 20 હજાર લોકોના મોત થઈ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય રેસ્ક્યૂ ટીમો લોકોના જીવ બચાવવા માટે દિવસ-રાત…

gujarattak
follow google news

ઈસ્તાંબુલ: ભૂકંપથી તબાહ થયેલા તુર્કી અને સીરિયામાં લગભગ 20 હજાર લોકોના મોત થઈ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય રેસ્ક્યૂ ટીમો લોકોના જીવ બચાવવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. ભારતની NDRF ટીમ ઘણા સ્નિફર ડોગ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર રેસ્ક્યૂ અભિયાન ચલાવી રહી છે. ગુરુવારે NDRFએ 6 વર્ષની બાળકીને કાટમાળમાંથી બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો. જેનો વીડિયો સામે આવ્યો છે.

ધાબળામાં લપેટાઈને બાળકીને કઢાઈ
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાળકીને ધાબળામાં લપેટાઈ છે. તેને એક ખાસ ડિવાઈસ સાથે મજબૂત સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. જ્યારે એક ડોક્ટર બાળકીની તપાસ કરી રહ્યા છે. પીળા હેલ્મેટમાં લોકો તે બાળકીને ધીમેથી સ્ટ્રેચર પર લઈ જાય છે.

6 વર્ષની બાળકીનું રેસ્ક્યુ
આ ઓપરેશનનો વીડિયો ભારતીય ગૃહ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ તથા અમિત શાહે પણ શેર કર્યો છે. વીડિયોમાં કેપ્શન મુજબ તુર્કીયેમાં NDRDની ટીમ દ્વારા 6 વર્ષની બાળકીને એક ધરાશાયી થયેલી બિલ્ડીંગના કાટમાળમાંથી કાઢવામાં આવી. ટીમ તેને સુરક્ષિત બહાર કાઢવામાં સુરક્ષિત રહી.

તમામ જરૂરી સામાન સાથે NDRFની ટીમ તુર્કીમાં
ભારતીય ગૃહ મંત્રાલયના સ્પોક્સપર્સને ‘ઓપરેશન દોસ્ત’ના હેશટેગ સાથે ટ્વીટ કર્યું, આ પ્રાકૃતિક આપત્તિમાં અમે તુર્કી સાથે ઊભા છીએ. અમારી NDRF ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર બચાવ અને રાહત અભિયાન ચલાવી રહી છે. આજે ટીમ IND-11એ ગાજિયાટેપના નૂગદાગીમાંથી 6 વર્ષની બાળકીને સફળતાપૂર્વક બચાવી.’ NDRFની ટીમો બે અઠવાડિયા સુધી ત્યાં રહી શકે છે. કારણ કે તેમની પાસે રાશન, ટેન્ટ અને અન્ય જરૂરી સામાન પર્યાપ્ત માત્રામાં છે.

    follow whatsapp