નવસારી ઠંડીમાં ઠુંઠવાયું, જાણો હવામાન વિભાગે કોલ્ડવેવ અંગે કઈ આગાહી કરી..

નવસારીઃ ગત સપ્તાહની વાત કરીએ તો અહીં મિશ્ર ઋતુનો અનુભવ થતો હતો. ત્યારે ગણતરીના દિવસોમાં તો વાતાવરણમાં જંગી ફેરફાર જોવા મળ્યો હતો. એટલું જ નહીં…

gujarattak
follow google news

નવસારીઃ ગત સપ્તાહની વાત કરીએ તો અહીં મિશ્ર ઋતુનો અનુભવ થતો હતો. ત્યારે ગણતરીના દિવસોમાં તો વાતાવરણમાં જંગી ફેરફાર જોવા મળ્યો હતો. એટલું જ નહીં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 4 દિવસ સુધી વધુ ઠંડી પ્રસરી શકે છે. નોંધનીય છે કે અમદાવાદમાં પણ સૂસવાટા ભેર પવન ફૂંકાઈ રહ્યા છે. આની સાથે નવસારીમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગાઢ ધુમ્મસ સાથે ઝિરો વિઝીબલીટિ થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

નવસારીમાં ગાઢ ધુમ્મસ…
નવસારી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં ગાઢ ધુમ્મસ સાથે ઝીરો વિઝિબલિટી જોવા મળી રહી છે. ત્યારે રસ્તા પર જાણે વાદળો પથરાઈ ગયા હોય એમ લાગી રહ્યું છે. તેવામાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી ગણદેવી સ્ટેટ હાઇવે પર વાહન ચાલકો ફોગ લેમ્પ તેમજ પાર્કિંગ લાઈટના સહારે વાહન ચલાવવા બન્યા મજબૂર હતા.

ઠંડીનો પ્રકોપ વધવાની સંભાવના..
નોંધનીય છે કે આગામી સપ્તાહમાં ઠંડીનું જોર વધશે એમ લાગી રહ્યું છે. આની સાથે જ અમદાવાદમાં સૂસવાટા બોલવતા પવનોનું જોર વધ્યું છે. હાડ થીજવતી ઠંડી અનુભવવા પણ લોકો તૈયાર રહે એવી હવામાન વિભાગે આગાહી કરી હોવાના સંકેત મળી રહ્યા છે.

With Input: રોનક જાની

    follow whatsapp