અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. કોરોના મહામારીના કારણે આમાં બ્રેક લાગી ગઈ હતી. જેના પરિણામે હવે ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે આ વર્ષની નવરાત્રી ઘણી મહત્ત્વપૂર્ણ થઈ રહી છે. આ સિઝનમાં કોરોના નહીં પરંતુ મેઘરાજા વિલન બની શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3થી 4 દિવસ સુધી હજુ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે.
ADVERTISEMENT
અમરેલીમાં બપોર પછી વાતાવરણમાં પલટો
ભર બપોરે ભારે ઉકળાટ પછી અમરેલીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં ધોધમાર વરસાદ ખાબકતા જોવાજેવી થઈ હતી. સાવરકુંડલા અને આસપાસનાં વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. જોકે બીજી બાજુ નોરતામાં ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં મુકાયા હતા. આમ જોવા જઈએ હવામાન વિભાગે હજુ 3 દિવસ સુધી વરસાદ ખાબકી શકે છે એની આગાહી કરી છે.
અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડે એવી સંભાવના
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ચોમાસામાં અમદાવાદમાં સિઝનનો સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે.
સુરત,વડોદરામાં જામ્યો વરસાદી માહોલ
રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ સમયાંતરે જોવા મળે છે. બીજી બાજુ સુરત અને વડોદરામાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આને જોતા આગામી ત્રણ દિવસ સુધી હજું આયોજન થઈ શકે છે.
ADVERTISEMENT