નવરાત્રીમાં મેઘરાજા પણ ભાગ લેશે! જાણો આ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળના 2 વર્ષ પછી નવરાત્રીનું આયોજન કરાયું છે. તેવામાં હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તથા…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળના 2 વર્ષ પછી નવરાત્રીનું આયોજન કરાયું છે. તેવામાં હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તથા ઘણા વિસ્તારોમાં વાતાવરણ પલટો થઈ જતા અને વરસાદ પડતા આયોજકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના 3 જિલ્લાઓના પંથકોમાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે.

નવરાત્રીમાં વરસાદની એન્ટ્રી
સૌરાષ્ટ્રમાં અમરેલી સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તેવામાં હવે ખેડૂતો માટે કમોસમી વરસાદ હાલાકી સર્જી શકે છે. તેવામાં કપાસ, મગફળી અને સોયા સહિતના પાકોને નુકસાન પહોંચી શકે છે. વળી નવરાત્રી સમયે અનરાધાર વરસતા ખેલૈયાઓ મુંઝવાઈ ગયા છે. તથા આયોજકોને ખોટ થાઈ એની સંભાવના પણ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં હજુ વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગ આગાહી- નવરાત્રિમાં હળવો વરસાદ નોંધાશે
ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના રહેલી છે. ઉલ્લેખનીય છે કે હવે અમદાવાદમાં પણ 2 દિવસ સુધી ધીમી ધારે વરસાદ પડી શકે એવી આગાહી કરવામાં આવી છે. જોકે શહેરમાં સમયાંતરે વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી શકે છે. તથા જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી ઝાપટાઓ પડી શકે છે.

પહેલા નોરતે સવારે અમદાવાદમાં વરસાદ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બપોરે વરસાદ શરૂ થયો હતો. વટવા, મણિનગર, કાંકરિયા, સીટીએમ, નિકોલ, નરોડા, ઓઢવ, વસ્ત્રા, ઘોડાસર, ઇસનપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટા પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી. જો કે આજથી નવરાત્રિનો માહોલ છે ત્યારે પાર્ટી પ્લોટમાં વરસાદના કારણે હવે નવરાત્રી પર અને ખેલૈયાઓ પર ચિંતાના વાદળો ગોરંભાયા છે.

    follow whatsapp