નવી દિલ્હી: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં દેશભરમાંથી 30,000 થી વધુ યુવાનો ભાગ લેશે.રાષ્ટ્રીય યુવા મહોત્સવનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં 12 જાન્યુઆરીથી શરૂ થતા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ ફેસ્ટિવલ 16 જાન્યુઆરી સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ સમયગાળા દરમિયાન ઘણી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.
દેશના વિકાસમાં યુવાનો ભજવશે મહત્વની ભૂમિકા
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે સશક્ત બનવા ઉપરાંત દેશના વિકાસમાં યુવાનો મહત્વની ભૂમિકા ભજવશે. ભારતની પાંચ પરંપરાગત રમતો, મલખામ, યોગાસન, કાલરેપટ્ટુ, થનગાટા અને ગતકાને ઉત્સવમાં સામેલ કરવામાં આવશે જેથી કરીને લોકો તેમના વિશે જાણી શકે અને ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો બની શકે.
ભારતનો 26 મો યુવા ઉત્સવ
ભારત સરકારે વર્ષ 1984માં આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો હતો. 1985 થી દર વર્ષે, દેશ 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરે છે. સ્વામી વિવેકાનંદના ભાષણો, તેમના ઉપદેશો અને અવતરણો હંમેશા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. આ ભારતનો 26મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ હશે.
આ પણ વાંચો: નાણામંત્રી કનુભાઈ દેસાઈ બીજીવાર બજેટ રજૂ કરશે, 20 ફેબ્રુઆરી આસપાસ રજૂ થઈ શકે
2023ની થીમ
દેશના પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્ર નિર્માણ તરફ પ્રેરિત કરવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક ભાઈચારાનો સંદેશ આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અને શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે જોડે છે. આ વર્ષે 12 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી કર્ણાટકના હુબલી-ધારવાડમાં “વિકસિત યુવા – વિકસિત ભારત” થીમ સાથે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસ દેશના યુવાનો માટે ઉજવવામાં આવે છે. અને તેમને વિવેકાનંદના વિચારો અપનાવવા પ્રોત્સાહિત કરે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT