ગાંધીનગરઃ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતા 135 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. અત્યારે સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. તેવામાં આજે 2 નવેમ્બરના દિવસે રાજ્યવ્યાપી શોક જાહેર કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર પ્રાર્થના સભાનું આયોજન કરવા માટે સરકારે આદેશ આપ્યો છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે અને તંત્રને સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે, આ દરમિયાન દરેક સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ દિવસે કોઈપણ પ્રકારના સરકારી કે મનોરંજક કામો કરાશે નહીં.
મોરબીને દર 21 વર્ષે નડી છે ‘ઘાત’.. વાંચો વિગતવાર
કેબલ બ્રિજ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન અનેક પરિવારો રજાના સમયે ઝૂલતા પુલ પર આવ્યા હતા અને એ તૂટી પડતા મોતનું તાંડવ સર્જાયું હતું. નાના બાળકો, મહિલાઓના મોતની સાથે અનેક પરિવારો આ દુર્ઘટનામાં વિખેરાઈ ગયા છે. તેવામાં મોરબીને મળેલા શ્રાપની પણ એક લોકમાન્યતા ચર્ચામાં આવી રહી છે. એક શ્રાપના કારણે મોરબીમાં દર 21 વર્ષે આવી હોનારતો સર્જાતી હોવાની લોકમાન્યતા પણ છે.
ADVERTISEMENT