નરેશ પટેલે આનંદીબેન CM હતા ત્યારે કરેલા આ કાર્યને વખાણ્યા, 2027માં ખોડલધામમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે

રાજકોટ: કાગવડ ખાતે ખોડલધામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવને 6 વર્ષ પૂરા થઈ ગયા અને સાતમાં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવી…

gujarattak
follow google news

રાજકોટ: કાગવડ ખાતે ખોડલધામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવને 6 વર્ષ પૂરા થઈ ગયા અને સાતમાં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં આજે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ તથા રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ખોડલધામના નવા 40થી વધુ ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવી છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલનો પણ સમાવેશ થાય છે. આમ અનાર પટેલ હવે ખોડલધામના નવા ટ્રસ્ટી બની ગયા છે. આ પ્રસંગે નરેશ પટેલે પૂર્વ CM આનંદીબેન પટેલને પણ યાદ કર્યા હતા.

નરેશ પટેલે આનંદીબેનને યાદ કર્યા
નરેશ પટેલે કહ્યું કે, આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે આ શક્તિવન પરિસરની ભેટ આપી છે. તે જ રીતે પાણીની ઘણી તકલીફ હતી ત્યારે પાણીની લાઈનની પણ વ્યવસ્થા બેન કરતા ગયા છે. આ જ રીતે ખોડલધામના નવા પ્રોજેક્ટ્સ માટે મુખ્યમંત્રી ઓફિસમાંથી જે રીતે મંજૂરી મળી તે બદલ ભૂપેન્દ્ર પટેલ સરકારનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Khodaldham: પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા

4 જગ્યાએ ખોડલધામ શિક્ષણ-આરોગ્યના મોટા ભવન બનાવશે
તેમણે આગળ કહ્યું કે, આજે ટ્રસ્ટમાં 40 નવા ટ્રસ્ટીઓની નિમણૂંક થશે. ઉપરાંત ટ્રેસ્ટીઓનું સન્માન પણ કરાશે. ખોડલધામના 10 વર્ષ પૂર્ણ થતા આગામી સમયમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 2027માં દશાબ્દી મહોત્સવ યોજવામાં આવશે. રાજકોટ નજીક અમરેલીમાં 50 એકર જમીન ખોડલધામ ટ્રસ્ટે ખરીદી છે, તેના પર શિક્ષણ-આરોગ્યના મોટા ભવનો બનશે. આ જ રીતે ઉત્તર ગુજરા, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ આ જ મોડલ પર ખોડલધામ ટ્રસ્ટ ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યું છે.

પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ હોય તેવું ખોડલધામ પ્રથમ મંદિર- CM
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ખોડલધામ મંદિર એ મંદિર નથી પણ એક વિચાર છે. ખોડલધામ વિશ્વનું પ્રથમ મંદિર છે જ્યાં પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ હોય. 2012માં સૌપ્રથમ શીલા પૂજન પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું. સૌરાષ્ટ્રમાં ગમે તે બાજુ આપણે જઈએ 20-25 કિમીમાં કોઈને કોઈ સંત ઘૂણી ઘખાવીને રોટલો ને ઓટલો માટે કોઈને કોઈ વ્યવસ્થા કરી જ હોય. એટલા માટે જ આ પ્રદેશ સંત,સૂરા અને શૂરવીરનો ગણાય છે. ખોડલધામ માત્ર પાટીદાર સમાજની સંસ્થા નથી, પરંતુ સમાજના તમામ વર્ગોને સાથે આસ્થાનું કેન્દ્ર છે. આ સંસ્થાએ સામાજિક સમરસતાનો ભાવ ઉજાગર કર્યો છે.

    follow whatsapp