અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ખોડલધામ નવરાત્રીમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટલીયા સાથે નરેશ પટેલ જોવા મળ્યા હતા અને આગામી ચૂંટણીને લઈને નરેશ પટેલે સમર્થન અંગે નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
ગોપાલ ઇટાલિયા સાથે જોવા મળ્યા નરેશ પટેલ
ગોપાલ ઇટાલિયા એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ નવરાત્રીનું વાતાવરણ ગુજરાતમાં જામ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલે સુરતમાં ચૂંટણીમાં સમર્થન અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, હજુ ચૂંટણી જાહેર નથી થઈ ચૂંટણી જાહેર થયા બાદ જોઈશું. નવરાત્રીમાં રાજકારણની વાત કરવી યોગ્ય નથી. આ નવરાત્રી મહોત્સવમાં નરેશ પટેલ આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સાથે જોવા મળ્યા હતા.
ચૂંટણી વહેલા યોજાવાના એંધાણ
ગુજરાતમાં કેટલાય સમયથી વહેલી ચૂંટણી યોજાવાની અટકળો ચાલી રહી છે. તેના વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિવેદનથી ચૂંટણીને લઈ ચર્ચાઓએ જોર પકડ્યુ હતું . સી.આર પાટીલે એક કાર્યક્રમમાં ચૂંટણીને લઈ નિવેદન આપ્યુ હતું. પાટીલે ચૂંટણીને લઈને નિવેદન આપતા કહ્યુ હતુ કે, ચૂંટણીની તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી. પરંતુ આ વખતે ચૂંટણી 10થી 12 દિવસ વહેલી યોજાય તેવું મને લાગી રહ્યુ છે. નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવું મને લાગે છે.
ADVERTISEMENT