અમદાવાદઃ શહેરની L.G મેડિકલ કોલેજનું નામકરણ કરીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રખાશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં અરજી કરવામાં આવી હતી. તેવામાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કટાક્ષો કર્યા હતા. તેમણે કહ્યું કે શાસકો હવે ચાપલુસીની સીમા વટાવી રહ્યા છે. આની સાથે મનીષ દોશીએ કહ્યું કે તમામ શૈક્ષણિક સંસ્થાઓનું નામ હટાવી નરેન્દ્ર મોદી કરી દેવું જોઈએ. જોકે ત્યાર પછી નમો નામ આપી આની ફી પણ ઓછી જરૂર કરવી જોઈએ.
ADVERTISEMENT
મનીષ દોશીએ કર્યા આકરા પ્રહારો..
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે અત્યારે જેવી રીતે સ્ટેડિયમનું નામ કરણ કરીને નરેન્દ્ર મોદી કરી દેવાયું હતું. એવી જ રીતે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. શાસકો પોતાની ચાપલુસી કરવાની પરાકાષ્ટાને વટાવી ચૂક્યા છે. અહીં એલ જી કોલેજમાં જે મહાજનોએ રૂપિયા આપ્યા હતા તેમના નામ દૂર કરીને નરેન્દ્ર મોદીનું નામ આપી દેવાયું છે.
તમામ શૈક્ષણિક સંસ્થાઓનું નામકરણ કરો- મનીષ દોશી
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કટાક્ષ કરતા વધુમાં જણાવ્યું કે મારી એક જ શરત રહેશે. અત્યારે તમામ શૈક્ષણિક સંસ્થાઓનું નામકરણ કરી નરેન્દ્ર મોદી સ્થાપિત કરી દેવું જોઈએ. આવું કર્યા પછી નમો નામ સાથે આ જે જે શૈક્ષણિક સંસ્થા છે એની ફી ઓછી કરી દેવી જોઈએ. આની સાથે વડાપ્રધાનને વધુ એક વિનંતી કે તેમના નામકરણ વાળી સંસ્થાને ગ્રાન્ટેડ પણ કરાવી દેવી જોઈએ. કારણ કે સેલ્ફ ફાયનાન્સ કોલેજોને જેવી રીતે નામકરણ કરાઈ રહ્યું છે એને જોતા આ સ્પષ્ટપણે ચાપલુસી થઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT