સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં આજે હિન્દી દિવસ સમારોહ અને દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી ઉપરાંત દિલ્હીના સાંસદ મનોજ તિવારી પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કરતા તેમની જીભ 56ની હોવાનું કહી દીધું.
ADVERTISEMENT
મનોજ તિવારીએ કર્યો આક્ષેપ
ગુજરાતના પ્રવાસે આવી રહેલા કેજરીવાલ રોજે રોજ નવી ગેરંટી જનતાને આપી રહ્યા છે. ત્યારે દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, આમની ગેરંટીનું કોઈ કાગળ તો હોતું નથી. જનતાને કહેવું જોઈએ એગ્રીમેન્ટ કરો, પંજાબમાં ગેરંટી આપી હતી, અત્યારે પંજાબમાં સરકારી કર્મચારીઓને પગારના ફાં ફાં છે. ખેડૂતો રસ્તા પર છે. અરવિંદ કેજરીવાલ માટે દિલ્હીમાં લાઈન ચાલી રહી છે કે નરેન્દ્ર મોદીની 56 ઈંચની છાતી છે અને અરવિંદ કેજરીવાલની 56 ઈંચની જીભ છે. જે કહેવું હોય તે કહી દેશે. જેની 56 ઈંચની જીભ હોય તે બોલતા રહેશે.
કેજરીવાલે ગુજરાતીઓને આપી છે ગેરંટી
નોંધનીય છે કે ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલ અત્યાર સુધીમાં ફ્રી 300 યુનિટ વીજળી, રોજગારી અને બેરોજગારોને રૂ.3000 માસિક ભથ્થું, મહિલાઓને પ્રતિ માસ 1000રૂ., ફ્રી શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ, ભ્રષ્ટાચારથી મુક્તિ સહિતની કેટલીક ગેરંટીઓ આપી ચૂક્યા છે અને AAPની સરકાર બનવા પર તેને લાગુ કરવાની વાત કહી હતી.
ADVERTISEMENT