અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતુ જઈ રહ્યું છે. તેવામાં શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય અહીં કડકડતી ઠંડીથી લોકોએ સ્વેટર પહેરી બહાર જવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે નવા વર્ષથી જ જાણો ઠંડીનો પારો સતત ગગડતો હોય એમ લાગી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 10થી 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર વધી શકશે.
ADVERTISEMENT
ગુજરાતના નલિયામાં કોલ્ડ વેવ…
હવામાન વિભાગની આગાહી પ્રમાણે નલિયામાં 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન નોંધાયું હતું. આવી રીતે તે સૌથી ઠંડુ શહેર બની ગયું હતું. આની સાથે ડિસા અને રાજ્યના મોટાભાગના શહેરોમાં 12થી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. આ સપ્તાહ સુધીમાં અહેવાલો પ્રમાણે ઠંડીનું જોર વધી શકે છે.
બનાસકાંઠામાં ઠંડીનું પ્રમાણ વધશે
નોંધનીય છે કે બનાસકાંઠામાં ઠંડીનું પ્રમાણ સતત વધી શકે છે. ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી રહી શકે છે. ત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે વધુ પડતી ઠંડી પડી શકે છે. બીજીબાજુ રાજકોટ, નર્મદા, મહેસાણા, જુનાગઢમાં ઠંડીનું પ્રમાણ સતત વધી શકે છે.
ADVERTISEMENT