Mutual Fund: જો તમે તમારા બચના પૈસાને કોઈ સારી સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. તો આવી સ્થિતિમાં આ સમાચાર ખાસ તમારા માટે જ છે. તમે માત્ર 1 હજાર રૂપિયાની બચત કરીને કરોડપતિ બની શકો છો. દેશની મોટી વસ્તી પાસે સારું નાણાકીય શિક્ષણ (financial education) નથી. આ કારણે ઘણા લોકો તેમની બચતને કોઈ સારી જગ્યાએ રોકાણ કરી શકતા નથી.
ADVERTISEMENT
1 હજારના બચતથી કરોડો રૂપિયાનું ફંડ થશે એકત્રિત
આજે અમે તમને એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે માત્ર 1,000 રૂપિયાની બચત કરીને 1 કરોડ રૂપિયાથી વધુનું ફંડ એકત્રિત કરી શકો છો. આપને જણાવી દઈએ કે, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજાર જોખમોને આધીન છે. જોકે, રોકાણના આ ક્ષેત્રે વર્ષોથી ઘણા રોકાણકારોને સારું વળતર આપ્યું છે. આ કડીમાં ચાલો રોકાણના ગણિતને વિગતવાર સમજીએ -
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરાવવી પડશે SIP
આ માટે સૌથી પહેલા તમારે એક સારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં SIP કરાવવી પડશે અને તે પછી તેમાં દર મહિને 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમારે આ રોકાણ 40 વર્ષ માટે દર મહિને 1,000 રૂપિયા કરવાનું રહેશે.
તો મેચ્યોરિટી સમયે હશે 1.6 કરોડ
એવામાં તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે તમારા રોકાણ પર વાર્ષિક 13 ટકા અનુમાનિત રિટર્ન મળતુ રહે. એવામાં 40 વર્ષ બાદ મેચ્યોરિટીના સમયે તમારી પાસે લગભગ 1.6 કરોડ રૂપિયા હશે. મેચ્યોરિટીના સમયે મળતા આ પૈસાના ઉપયોગથી તમે પોતાના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો. તેના ઉપરાંત આ પૈસાની મદદથી તમે પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી જરૂરી યોજનાઓને પણ પુરી કરી શકો છો.
નોંધ- મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરાયેલા પૈસા બજારના જોખમોને આધીન છે. આમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.
ADVERTISEMENT