પ્રેમમાં તૂટી ધર્મની દિવાલ! રૂબીનાથી રૂબી બની મુસ્લિમ યુવતીએ મંદિરમાં પ્રેમી સાથે કર્યા લગ્ન

UP: ઉત્તર પ્રદેશ (યુપી)ના બહરાઈચમાં, રૂબીના નામની મુસ્લિમ યુવતીએ તેના ધર્મને ધ્યાનમાં લીધા વિના, એક હિન્દુ યુવક શેષ કુમાર અવસ્થી સાથે લગ્ન કર્યા. રૂબીનાએ શેષ…

gujarattak
follow google news

UP: ઉત્તર પ્રદેશ (યુપી)ના બહરાઈચમાં, રૂબીના નામની મુસ્લિમ યુવતીએ તેના ધર્મને ધ્યાનમાં લીધા વિના, એક હિન્દુ યુવક શેષ કુમાર અવસ્થી સાથે લગ્ન કર્યા. રૂબીનાએ શેષ કુમાર સાથે મંદિરમાં સાત ફેરા લીધા. રૂબીનાએ હિંદુ રીતિ-રિવાજો સાથે માંગમાં સિંદૂર ભરીને શેષ કુમારની સાથે રહેવાનું નક્કી કર્યું હતું. રૂબીનાએ પરિવારના વિરોધ છતાં તેણે પોતાના ધર્મની પરવા ન કરી અને શેષ કુમાર સાથે મંદિરમાં સાત ફેરા લીધા. હાલ કોર્ટના આદેશ પર બંનેને સંપૂર્ણ સુરક્ષા સાથે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.

2 વર્ષ પહેલા થઈ હતી બંનેની મુલાકાત
વાસ્તવમાં કોતવાલી દેહાત વિસ્તારના શિવપુરામાં રહેતી રૂબીના અને શેષ કુમાર અવસ્થી વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. બંનેની મુલાકાત 2 વર્ષ પહેલા થઈ હતી. રૂબીની ઉંમર 18 વર્ષ છે અને જો શેષ કુમારની ઉંમર 21 વર્ષની છે. બંને અલગ-અલગ સમુદાયના હોવાને કારણે એક થવું ખૂબ મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં બંનેએ પોતાના પરિવારના સભ્યો સામે બળવો કર્યો અને મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે મંદિરમાં સાત ફેરા લીધા બાદ રૂબીનાએ પોતાની માંગમાં શેષ કુમારના નામનું સિંદૂર ભર્યું હતું. આ સાથે તે રૂબીનામાંથી રૂબી અવસ્થી બની.

રૂબીનાના સંબંધીઓએ અપહરણનો કેસ કર્યો હતો
આ જોઈને રૂબીનાના પરિવારના સભ્યો હેરાન થઈ ગયા હતા. રૂબીનાના પિતાએ શેષ કુમાર સામે અપહરણનો કેસ નોંધીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કોર્ટના આદેશ પર પોલીસે રૂબીના અને શેષ કુમારને પકડીને બંનેને રજૂ કર્યા હતા. રૂબીનાએ જજને કહ્યું, “હું પુખ્ત છું, મને પોતાનો નિર્ણય લેવાનો પૂરો અધિકાર છે. મેં મારો ધર્મ છોડીને હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.”

છોકરાના પિતાએ શું કહ્યું?
રૂબીનાની આ વાતો સાંભળ્યા બાદ કોર્ટના આદેશ પર બંનેને સંપૂર્ણ સુરક્ષા સાથે છોકરાના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મામલે છોકરાના પિતા કન્હૈયા લાલ અવસ્થીએ કહ્યું કે, તેઓ આ લગ્નથી ખૂબ જ ખુશ છે. મુસ્લિમ સમાજની દીકરીને દિલથી દત્તક લઈ, તેને ઘરની વહુ તરીકે સ્વીકારી છે. તેમણે કહ્યું, તે કોઈપણ ધર્મની હોય અમને ફરક નથી પડતો. પરિવારે રુબીને દિલથી સ્વીકારી છે. હવે તે અમારી વહુ છે. મારા આશીર્વાદ બંને સાથે છે. બંને હંમેશા સાથે રહે, ખુશ રહે.

    follow whatsapp