શેરબજારમાં તગડા નફાની લાલાચ આપી ઠગોએ એક મહિલાનું 3.80 કરોડનું કરી નાખ્યું, આ કિસ્સો સાંભળી ચોંકી જશો

Cyber Crime News: મુંબઈની સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને શેર ટ્રેડિંગ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલી એક મહિલાને તેની રકમ પરત અપાવવામાં સફળતા…

gujarattak
follow google news
Cyber Crime News: મુંબઈની સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને શેર ટ્રેડિંગ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલી એક મહિલાને તેની રકમ પરત અપાવવામાં સફળતા મળી છે. આ માટે પોલીસે સતત 48 કલાક સુધી કામ કર્યું અને આરોપીની ધરપકડ કરી લીધી. આરોપીના બેંક એકાઉન્ટ્સને ફ્રીઝ કર્યા બાદ પોલીસે મહિલાને તેની રકમ પરત કરી.

મહિલા સાથે થઈ હતી ઓનલાઈન છેતરપિંડી

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હતી. ઈન્સ્ટાગ્રામ દ્વારા શેર ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. આમ કરીને આરોપીએ મહિલા સાથે 3.80 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. પોલીસે જણાવ્યું કે, મહિલાને જ્યારે ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, તેણે તરત જ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કર્યો અને ફરિયાદ નોંધાવી.

શેર માર્કેટમાં સારા રિટર્નની લાલચ

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત મહિલા ઈન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરી રહી હતી, ત્યારે તેણે શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે પૈસાના રોકાણ કરવાની જાહેરાત જોઈ. મહિલાએ જ્યારે તેના પર ક્લિક કર્યુ, ત્યારે તે બીજા પ્રોફાઈલ પર રીડાયરેક્ટ થઈ હતી. ત્યા તેને શેર માર્કેટમાં સારા રિટર્નની લાલચ આપવામાં આવી હતી. મહિલાએ કુલ 3.80 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એપ પર તેનું રિટર્ન પણ જોવા મળી રહ્યું હતું. પરંતુ તે તેના ખાતામાંથી પૈસા ઉપાડી શકી ન હતી. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

તાત્કાલિક ફરિયાદ કરવી જરૂરીઃ ડી સ્વામી

સાયબર ક્રાઈમ પોલીસના ડીસી ડૉ. ડી સ્વામીએ જણાવ્યું કે, આ પ્રકારની છેતરપિંડીની તાત્કાલિક ફરિયાદ કરવી જરૂરી છે, કારણ કે આનાથી પીડિતના પૈસાની સુરક્ષા માટે વધારે સમય મળી શકે છે. જે ખાતામાં પૈસા જમાં કરવામાં આવ્યા હતા, તેને ફ્રીઝ કરી શકાય છે.

અમદાવાદ સહિતના શહેરોમાંથી ઉપાડ્યા પૈસા

તેમણે જણાવ્યું કે આરોપીએ 26 બેંકોના 71 બેંક ખાતામાંથી 171 વખત લેવડદેવડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અમદાવાદ, નવી મુંબઈ અને દુબઈથી પૈસા ઉપાડ્યા હતા.

હેલ્પલાઈન નંબર 1930 પર નોંધાવી ફરિયાદ

પોલીસના જણાવ્યા અનુસાર પીડિત મહિલાએ 4થી 6 જાન્યુઆરીની વચ્ચે પૈસા રોક્યા હતા. તેને 7 જાન્યુઆરીએ છેતરપિંડીનો અહેસાસ થયો. તેણે આ અંગે હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે છેતરપિંડીથી પૈસા અલગ-અલગ બેંકોના અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે અંદાજે 70થી 80 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે.
    follow whatsapp