IPL: જીતેલી મેચ એક ઓવરમાં હારી ગયું મુંબઈ, સર્જરી બાદ રમવા આવેલા આ બોલરે આખી બાજી પલટી નાખી

IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં મંગળવારે (16 મે) ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ…

gujarattak
follow google news

IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં મંગળવારે (16 મે) ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. મેચમાં છેલ્લી ઓવર સુધી રોમાંચ જળવાઈ રહ્યો હતો અને અંતે કૃણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં લખનૌની ટીમે મેચ જીતી લીધી હતી અને મુંબઈને 5 રને પરાજય આપ્યો હતો.

છેલ્લી ઓવર સુધી ચાલી MI vs LSGની મેચ
178 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ આ મેચમાં 19મી ઓવર સુધી રોમાચંક રહી હતી. કોઈએ વિચાર્યું નહોતું કે લખનૌની ટીમ છેલ્લી ઓવરમાં આ હારેલી રમતને પલટી નાખશે. આ જીતનો અસલી હીરો ફાસ્ટ બોલર મોહસિન ખાન છે, જેણે છેલ્લી ઓવરમાં બાજી પલટી નાખી હતી.

છેલ્લી ઓવરમાં જીત માટે 11 રનની જરૂર હતી
વાસ્તવમાં છેલ્લી ઓવરમાં મુંબઈની ટીમને જીતવા માટે 11 રનની જરૂર હતી. ત્યારબાદ લખનૌના કેપ્ટન કૃણાલ પંડ્યાએ મોહસીનને બોલ સોંપ્યો હતો. જ્યારે કેમેરૂન ગ્રીન સ્ટ્રાઈક પર અને ટિમ ડેવિડ નોન સ્ટ્રાઈક પર હતા. ત્યાં સુધી ડેવિડે 17 બોલમાં 29 રન બનાવ્યા હતા. પરંતુ મોહસિને પોતાની રણનીતિ અને સ્ટાઈલ પ્રમાણે બોલિંગ કરી અને બંને બેટ્સમેનોને રોક્યા. પરિણામે મુંબઈની ટીમ 6 બોલમાં માત્ર 5 રન જ બનાવી શકી અને એકપણ બાઉન્ડ્રી ન મારી શકી.

લખનઉએ 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો
આ મેચ લખનૌમાં રમાઈ હતી, જ્યાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી લખનૌની ટીમે 3 વિકેટે 177 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે 47 બોલમાં 89 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. સ્ટોઇનિસે પોતાની તોફાની ઇનિંગમાં 8 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. તેના સિવાય સુકાની કૃણાલ પંડ્યાએ 42 બોલમાં 49 રન બનાવીને રિટાયર્ડ હર્ટ લીધો હતો. મુંબઈ તરફથી જેસન બેહરનડોર્ફે 2 અને પીયૂષ ચાવલાએ 1 વિકેટ ઝડપી હતી.

    follow whatsapp