IPL GT vs CSK: ધોનીએ સર જાડેજાને ખોળામાં ઉંચકી લીધો, રિવાબા પણ રવિન્દ્રને હગ કરીને ભાવુક થયા

અમદાવાદ: IPL 2023ની ફાઈનલ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બની છે. ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ તેમજ ચાહકો માટે આ ક્ષણ ખૂબ જ…

gujarattak
follow google news

અમદાવાદ: IPL 2023ની ફાઈનલ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બની છે. ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ તેમજ ચાહકો માટે આ ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ચેન્નાઈની જીત બાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જોરદાર ઉજવણી કરી હતી. તેણે રવિન્દ્ર જાડેજાને ખોળામાં ઊંચક્યો. આ વીડિયોને IPL દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા હતા. તો બીજી તરફ ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ચૈન્નઈની જીત બાદ મેદાન પર દોડી ગયા હતા અને રવિન્દ્ર જાડેજાને હગ કરીને ભાવુક થઈ ગયા હતા.

ચૈન્નઈને મેચમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો
IPL 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વરસાદના કારણે ચેન્નાઈને ડકવર્થ લુઈસ નિયમ દ્વારા 171 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ચેન્નાઈએ 5 વિકેટ સાથે મેચ જીતી લીધી હતી. જાડેજાએ 15મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. તેણે મોહિત શર્માની ઓવરમાં ચોગ્ગાની સાથે સિક્સર પણ ફટકારી હતી. આ જીત સાથે તે દોડતો ધોની પાસે પહોંચ્યો હતો. જે બાદ ધોનીએ તેને ખોળામાં ઊંચકી લીધો હતો.

રિવાબા ચેન્નઈની જીત બાદ ભાવુક થયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતનાર રીવાબા જાડેજા હવે રાજકીય વ્યક્તિ છે. આવી સ્થિતિમાં અન્ય ક્રિકેટરોની પત્નીની જેમ તેઓ પણ IPL દરમિયાન ટીમ સાથે નહોતા રહેતા. ત્યારે ચેન્નઈની જીત બાદ તેઓ પણ મેદાનમાં દોડી ગયા હતા અને રવિન્દ્ર જાડેજા હગ કરી લીધું હતું.

ધોની-જાડેજાના સેલિબ્રેશનનો વીડિયો વાઈરલ
ચેન્નાઈની જીત બાદ ધોની-જાડેજાની સાથે બાકીના ખેલાડીઓ પણ ઉજવણીના માહોલમાં ઉમટી પડ્યા હતા. IPLએ જાડેજા અને ધોનીનો વીડિયો ટ્વીટ કર્યો છે. સેંકડો લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ધોનીએ જાડેજાને ખોળામાં ઊંચકીને ચાહકો માટે ભાવનાત્મક ક્ષણ હતી. ફેન્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરીને આ વાત વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ડેવોન કોનવેએ ફાઈનલમાં ચેન્નાઈ માટે 25 બોલમાં 47 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 21 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. જાડેજાએ 6 બોલમાં અણનમ 15 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુએ 19 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે અજિંક્ય રહાણેએ 27 રનની ઇનિંગ રમી હતી.

    follow whatsapp