મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશના અશોકનગરમાં વિકાસ યાત્રા કાઢવા દરમિયાન મંત્રી બ્રિજેન્દ્રસિંહના શરીર પર કોઈ તોફાની તત્વોએ સ્વાગત કરતા સમયે ખંજવાળ આવે તેવો પાઉડર ફેંકી દીધો. જેનાથી મંત્રીજીને આખા શરીર પર ખંજવાળ આવવા લાગી. ખંજવાળથી પરેશાન થઈ ગયેલા મંત્રીએ ગામમાં જ નાહવું પડ્યું અને કપડા બદલ્યા, ત્યારે તેમને રાહત થઈ. આ મામલાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ભાજપની વિકાસ યાત્રામાં જનસંપર્કમાં નીકળ્યા હતા મંત્રી
મધ્ય પ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી તથા મુંગાવલીના ધારાસભ્ય બ્રિજેન્દ્રસિંહ યાદવ ભાજપની વિકાસ યાત્રા અંતર્ગત વિધાનસભા વિસ્તારમાં ગામે ગામ જઈને લોકોને મળી રહ્યા છે. મંત્રી લોકોને સરકારની યોજનાઓ વિશે જાણકારી આપવાની સાથે શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમો પણ કરી રહ્યા છે.
ખંજવાળથી પરેશાન થઈને ગામમાં જ નહાવું પડ્યું
જાણકારી મુજબ, મુંગાવલી વિધાનસભાના દેવર્છી ગામમાં મંત્રી જ્યારે જનસંપર્ક કરી રહ્યા હતા. ત્યારે કોઈ તોફાની તત્વોએ તેમના પર ખંજવાળ આવે તેવો પાઉડર કે વનસ્પતિના બીજ ફેંકી દીધા. આ મામલાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મંત્રીજી ખંજવાળથી પરેશાન થઈને રાત્રે નાહતા દેખાય છે. જેમાં મંત્રી કહી પણ રહ્યા છે કે કોઈએ કરેચ (ખંજવાળ આવે તેવી વનસ્પતિ) લગાવી દીધી. જે બાદ તેમના હાલ બેહાલ થઈ ગયા અને આખા શરીરમાં ખંજવાળ આવવા લાગી.
ADVERTISEMENT