અમદાવાદ: ગુજરાત વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં એક નવાજ પ્રકારની રાજનીતિ શરૂ થઈ છે. જૂન વિડીયોની રાજનીતિ. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના દરરોજ જૂના વિવાદિત ટિપ્પણી કરતાં વિડીયો વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે ગઈ કાલે વાઇરલ થયેલા વિડીયો અંગે સાંસદ દર્શના જરદોશે ઇટલીયા પર પ્રહાર કરતાં કહ્યું કે, આ તેમના સંસ્કાર અને માનસિકતા છે.
ADVERTISEMENT
હલકી માનસિકતા દર્શાવે છે
ગઈકાલે ગોપાલ ઇટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબા અંગે વિવાદિત ભાષાનો ઉપયોગ કરતો એક વિડીયો વાઇરલ થયો હતો. જે મામલે સુરતના સાંસદ અને ટેક્સટાઈલ અને રેલવે પ્રધાન દર્શના જરદોશે ગોપાલ ઇટલીયા પર પ્રહાર કરતાં કહ્યું કે, વડાપ્રધાન મોદી ના માતા પરના જે ઉચ્ચારણો જે પાર્ટીના લોકો કરી રહ્યા છે. તે તેમના સંસ્કાર અને હલકી માનસિકતા દર્શાવે છે.
હીરાબા ઉપર કઈ પણ આક્ષેપ ચલાવી નહીં લઈએ
100 વર્ષની ઉમરે પહોંચેલી માં કે જેમણે અથાગ પ્રયત્ન કર્યા છે. જે સંઘર્ષ કર્યો છે. જે માતા પોતાના દીકરાને વર્ષમાં એક કે બે વખતે મળે છે. જે વડાપ્રધાનના નિવાસ સ્થાને જઈને રહેતા નથી. તે માતાને ચૂંટણીના પ્રચારમાં ઢસડીને જે માનસિકતા સાથે આક્ષેપ કર્યા છે તેને ભાજપનો મહિલા મોરચો ખરાબ રીતે વખોડે છે અને કહ્યું કે અમારી માતા સમાન હીરાબા ઉપર કઈ પણ આક્ષેપ કરશો તો અમે ચલાવી નહીં લઈ એ. લોકો જ જવાબ આપશે. સંસ્કાર માટે કાર્યવાહી નહીં હોય.
ADVERTISEMENT