ગાંધીનગર : આંદોલનને ખાળવા માટે ગુજરાત સરકારે આજે તમામ યુનિયનના લીડર અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકના અંતે કેટલાક મુદ્દાઓ પર સહમતી સધાઇ હતી. 14 મુદ્દાઓ પર સહમતી સધાતા આગેવાનો સાથે ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ પણ આયોજીત હતી. જેમાં અગ્રણીઓ દ્વારા સંતોષાયેલી માંગણીઓ મુદ્દે પણ જાહેરાત કરી હતી. જો કે તેમાં કેટલાક એવા ટેક્નિકલ મુદ્દાઓ નંખાયા હતા કે, જેના કારણે આંદોલનકારી સરકારી કર્મચારીઓ વિમાસણમાં મુકાયા હતા. જો કે હવે જેમ જેમ સ્પષ્ટતાઓ થઇ રહી છે તેમ તેમ વિરોધનો વંટોળ વધારે ઉગ્ર બની રહ્યો છે.
ADVERTISEMENT
2005 પહેલાના કર્મચારીઓએ ખુશ થઇને ચાલતી પકડી
જો કે જેમાંસૌથી વધારે અને મોટો ઉડીને આંખે વળગે તેવો મુદ્દો હતો કે, સરકારમાં રહેલા કર્મચારીઓને જુની પેન્શન સ્કિમ લાગુ કરવામાં આવે. જો કે આ મુદ્દે વિચારાધીન રખાયો હતો અને 2005 પહેલાના તમામ કર્મચારીઓને જુની પેન્શન સ્કિમ જ યથાવત્ત રાખવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેથી 2005 પહેલાના તમામ કર્મચારીઓને ફાયદો થયો હતો. જો આંદોલન કરનારા કર્મચારીઓમાં 2005 પહેલાના અને પછીના તમામ કર્મચારીઓ હતા. તેવામાં હવે પ્રશ્ન એવો ઉઠી રહ્યો છે કે, 2005 પછીના કર્મચારીઓનું શું.
સરકારે પોતાને જેમાં મહારથ છે તે પ્રકારે આંદોલનને પ્રેમથી વિખેરી નાખ્યું
તેવામાં હવે સરકારની મંશા સામે પણ સવાલો થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા ખુશ થઇ ગયેલા 2005 ના કર્મચારીઓ હવે આ મુદ્દે લડી લેવાના મુડમાં છે. આ અંગે આંદોલન પુર્ણ નહી થયું હોવાની જાહેરાતો પણ થઇ રહી છે. જો કે હવે આ આંદોલન નેતા વિનાનું થઇ ગયું છે. દિગુભા જાડેજા પત્રકાર પરિષદ બાદ ગુમ થઇ ગયા છે. તેવામાં આંદોલનકારીઓ પોતાના સ્ટેટસમાં અમે સાથી છીએ અને પેન્શનનો હક તમામ માટે સરખો છે અને લઇને રહીશું તે પ્રકારનો ઉલ્લેખ કરી રહ્યા છે. જો કે હવે નેતા વગરના આંદોલનમાંથી લોકો ધીરે ધીરે ખસી રહ્યા છે. આ ઉપરાંત જેમની માંગણી સંતોષાઇ ચુકી છે તેઓ પણ ધીરે ધીરે ખસી રહ્યા છે. તેવામાં આ આંદોલન હવે કમોત થાય તેવી આશંકા છે.
ADVERTISEMENT