Ahmedabad News: અમદાવાદમાં દૂધ લાવવા જેવી સામાન્ય બાબતમાં સાસુ-વહુએ એકબીજા પર હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. વહુએ સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ ઘરેલું હિંસા અને માર મારવાની ફરિયાદ નોંધાવી છે, જ્યારે સાસુએ વહુ ઉપર હુમલાની ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી
મળતી માહિતી અનુસાર, શહેરના વટવા વિસ્તારમાં રહેતી રીના (નામ બદલ્યું છે)એ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ અખ્તર, સાસુ શબાનાબાનું અને સસરા ઈકબાલ સામે ઘરેલું હિંસા અને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.
પતિ અવારનવાર કરતો મારઝૂડ
વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન ગયા વર્ષે મહોમ્મદ અખ્તર સાથે થયા હતા. લગ્ન બાદ થોડા દિવસ તો સાસરિયાએ તેને સારી રીતે રાખી, પરંતુ બાદમાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. રીના ઘરનું બધું જ કામ કરતી હોવા છતાં સાસુ-સસરા મહેણાટોણા મારતા હતા. તો પતિ અખ્તર મારઝૂડ કરતો હતો. રીના જ્યારે ગર્ભવતી થઈ ત્યારે પણ સાસરિયાઓ ત્રાસ આપતા હતા. રીનાએ દીકરીને જન્મ આપતા સાસરિયા મહેણા મારવા લાગ્યા હતા.
'દૂધ મંગાવ્યું પણ કોઈએ લાવી ન આપ્યું'
થોડા દિવસ અગાઉ રીનાએ પતિ અખ્તર પાસે દીકરી માટે દૂધ મંગાવતા સાસુ-સસરાએ દૂધ લાવી આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેઓએ અખ્તરને કહ્યું હતું કે દૂધની કોઈ જરૂર નથી. અનેકવાર આજીજી કરવા છતાં કોઈએ દૂધ લાવી આપ્યું નહોતું અને સાસુ-સસરા અને પતિએ રીનાને ઢોર માર માર્યો હતો.
વટવા પો.સ્ટેશનમાં સામસામે ફરિયાદ
સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રીના વટવા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેણે પતિ સહિત સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. તો સાસુ શબાનાબાનુંએ પણ રીના વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું છે કે દૂધ લાવવામાં મોડું થતાં રીનાએ મને ગાળો આપી હતી અને માર માર્યો હતો.
ADVERTISEMENT