ડાકોર: ડાકોરમાં ફાગણી પુનમના દર્શનનું અનેરૂ મહત્વ છે. આ દિવસે દર્શનનો લાભ લેવા ગુજરાતના ગામે ગામથી શ્રધ્ધાળુઓ તથા પદયાત્રીઓ લાખોની સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે ફાગણી પૂનમના મેળામાં પહોંચવા માટે ડાકોર જતા રસ્તાઓ ‘જય રણછોડ’ના નાદથી ગૂંજી રહ્યા છે. રસ્કાથી ખાત્રજ ચોકડી, સિહુંજ ચોકડી, મહુધા, અલીના અને ત્યાર બાદ ભક્તો ડાકોર પહોંચે છે. ડાકોરના ઠાકોરના દર્શને આવી રહેલા ભક્તોની સુવિધા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત કુલ 9 સ્થળોએ મેડીકલ બુથ અને 5 પ્રાથમિક સારવાર કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. સાથે જ ભક્તોની સુરક્ષાના ભાગ રૂપે પોલીસ દ્વારા લગેજ સ્કેનર, સીસીટીવી સર્વેલન્સ તથા નેત્રમ કેમેરાની મદદ લેવામાં આવશે.
ADVERTISEMENT
કેટલા પોલીસકર્મીઓ સુરક્ષામાં?
કોરોનાની મહામારીના કારણે 3 વર્ષો બાદ મોટી સંખ્યામાં ભક્તો ડાકોર આવી રહ્યા છે. જ્યાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ડાકોરમાં ફાગણી પૂનમના મેળામાં ગુજરાત પોલીસને 2000થી વધુ કર્મચારીઓને ખડેપગે સુરક્ષા માટે તહેનાત કરાયા છે. જેમાં 1 રેન્જ IG, 1 SP, 12 નાયબ પોલીસ અધિક્ષક, 35 પોલીસ ઈન્સ્પેક્ટર, 115 પોલીસ સબ ઈન્સ્પેક્ટર, 657 પોલીસ કોન્સ્ટેબલ, 217 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 662 હોમગાર્ડ જવાબ, 33 મહિલા હોમગાર્ડ, 182 ગ્રામ રક્ષક દળના જવાનો તથા 198 સ્ટેટ રીઝર્વ પોલીસના જવાનો સુરક્ષામાં રહેશે.
સમગ્ર સુરક્ષા વ્યવસ્થા 8 સેક્ટરમાં વહેંચાઈ
ખેડા પોલીસ દ્વારા ડાકોરને 8 સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યું છે. જેમાં સેક્ટર 1માં મંદિરની અંદરનો ભાગ છે, જેમાં કુલ 386 પોલીસકર્મીઓ હશે. આ બાદ સેક્ટર 2માં મંદિરના મખ્ય દરવાજાથી બહારનો ભાગ હશે તેમાં 308 કર્મચારીઓ હશે. સેક્ટર-3 વિજય ભુવન પાસેના વિસ્તારમાં 235 પોલીસકર્મીઓ, સેક્ટર-4માં બળીયાદેવ પાર્ક સુધીના વિસ્તારમાં 189 પોલીસકર્મીઓ હશે. આ બાદ સેક્ટર 5માં વનચેતના કેન્દ્ર હશે જેમાં 371 કર્મચારીઓ, સેક્ટર-6માં ગોમતી તળાવ અને આસપાસના વિસ્તારમાં 161 પોલીસકર્મીઓ, વાહન પાર્કિંગને સેક્ટર-7 નામ અપાયું છે જેમાં પાર્કિંગ અને રોડ પર 313 પોલીસકર્મીઓ હશે તથા સેક્ટર-8માં તપાસ કરનારા 148 કર્મચારીઓ હશે.
ST વિભાગે વધારાની બસો ફાળવી
મોટી સંખ્યામાં ભક્તો આવવાની શક્યતાને પગલે ડાકોરમાં હાલ વધુ એક હંગામી બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે. આ સાથે જ ST વિભાગ દ્વારા 435 વધારાની બસો ફાળવવામાં આવી છે. જે 7મી માર્ચ સુધી 24 કલાક કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ-ડાકોર રૂટ પર 370 બસો, જ્યારે વડોદરા, આણંદ તથા નડિયાદ તરફથી 65 બસો દોડાવવામાં આવશે.
તારીખ 6 માર્ચ સોમવારે ફાગણસુદ ચૌદસે દર્શનનો સમય
– વહેલી સવારે 4:45 વાગે નિજમંદિર ખુલશે
– 5 વાગે મંગળા આરતી થશે
– 5 વાગ્યાથી 8 વાગ્યાં સુધી દર્શન ખુલ્લા રહેશે
– 8:00 થી 8:30 સુધી દર્શન બંધ રહેશે
– 8:30 વાગે દર્શન ખુલી 1:00 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે
– 1:00 થી 1:30 દર્શન બંધ રહેશે
– બપોરે 1:30 થી 2:30 સુધી દર્શન ખુલ્લા રહેશે
– 3:30 મંદિર ખુલી 3:45 વાગે આરતી થશે, જે દર્શન 5:30 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે
– 5:30 થી 5:45 બંધ રહેશે 5:45 વાગે દર્શન ખુલી રાત્રે 8:00 સુધી ખુલ્લા અને અંતે 8:45 વાગે મંદિર બંધ થશે
બીજે દિવસે એટલે ફાગણ સુદ પૂનમ 7 માર્ચ ને મંગળવાર
– વાહલી સવારે 3:45 વાગે મંદિર ખુલી 4:00 મંગળા આરતી થશે જે દર્શન 7:30 સુધી ખુલ્લા રહેશે
– 7:30 થી 8:00 સુધી દર્શન બંધ રહેશે
– 8:00 દર્શન ખુલી 2:30 સુધી ખુલ્લા રહેશે
– 2:30 થી 3:00 સુધી દર્શન બંધ રહેશે
– બપોરે 3:00 થી 5:30 સુધી દર્શન ખુલ્લા રહેશે
– 5:30 થી 6:00 સુધી દર્શન બંધ રહેશે
– 6:00 થી 8:00 સુધી દર્શન ખુલ્લા રહેશે
– 8:15 ખુલી ભગવાન અનુકૂળતાએ પોઢી જશે એટલે મંદિર બંધ
ADVERTISEMENT