વડોદરા: વડોદરામાં લગ્ન પ્રસંગના જમણવારમાં ફૂટ પોઈઝનિંગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પેટાપરા રાયપુરા ગામમાં લગ્ન પ્રસંગના જમણવારમાં જમાનારા 200થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેથી તમામને ગોત્રીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક સાથે આટલા બધા દર્દીઓ પહોંચતા હોસ્પિટલ પણ ઊભરાઈ ગઈ હતી.
ADVERTISEMENT
મેંગો ડિલાઈટ ખાધા બાદ મહેમાનોની તબિયત લથડી
પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરાના પેટાપરામાં રાયપુરા ગામમાં લગ્ન પ્રસંગ હતો. જેમાં 3000 જેટલા લોકો હાજર રહ્યા હતા. લગ્નના જમણવાર દરમિયાન મેંગો ડિલાઈટ ખાનારા લોકોને ખોરાકી ઝેરની અસરના પગલે પેટમાં દુઃખાવો, ઉબકા સહિતની ફરિયાદો ઉઠી હતી. જેથી 200થી વધુ મહેમાનોની તબિયત લથડતા તમામને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતા જ જિલ્લા કલેક્ટર, આરોગ્ય વિભાગના અધિકારી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. બનાવને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોરબંદરમાં પણ છાશ પીનારા ખેતમજૂરોની તબિયત બગડી
નોંધનીય છે કે, લગ્નની સીઝનમાં છાસવારે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા ગઈકાલે પોરબંદરમાં પણ ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હકો. જેમાં 18 જેટલા ખેતમજૂરોએ બપોરે છાશ પીધા બાદ તબિયત લથડી હતી. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT