શાર્દુલ ગજ્જર/પાવાગઢ: નવરાત્રીના પ્રથમ દિવસે જ 52 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ એવા પાવાગઢ ખાતા માતાના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સવારથી બપોર સુધીમાં જ અંદાજે બે લાખ જેટલા ભક્તો દર્શન કરી ચૂક્યા છે. આ સિવાય પ્રથમ નોરતે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાવિ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિર પરિષદમાં પણ સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું છે તેમજ પોલીસ વિભાગ દ્વારા પણ અનેક જગ્યાએ ભક્તોની સુવિધા માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે.
ADVERTISEMENT
4 વાગ્યાથી રોપ-વે સેવા શરૂ કરી દેવાઈ
ભક્તોની સુવિધા ધ્યાનમાં રાખી રોપ-વે સેવા પણ સવારે 4 વાગ્યાથી શરૂ કરી દેવાઈ હતી. આજના પ્રથમ દિવસના માતાજીના દર્શન Gujarat Tak બતાવી રહ્યું છે. આજે મંદિરમાં અંદર જે માતાજીનો ફૂલોથી શણગાર કરવામાં આવ્યા છે તે ફૂલો પણ વિદેશથી મંગાવવામાં આવ્યા છે. માતાજીનો શણગાર 16 એ કળાએ ખીલી ઉઠ્યો છે.
પહેલીવાર ભક્તો ધ્વજા ચઢાવી શકાશે
અત્યાર સુધી પાવાગઢ ઉપર ધજા ચડાવાતી નહોતી, પરંતુ પ્રથમ ધજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચડાવ્યા બાદ આ સીલસીડો પાવાગઢ મંદિર ખાતે શરૂ થઈ ગયો છે. ભાવિ ભક્તોને આ ધજાનો લાભ મળે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું છે અને તે માટેનો સ્ટોક પણ મંદિર પરિષદમાં હાજર સ્ટોક કરી દેવામાં આવ્યો છે.
9 દિવસ માટે ધ્વજા ચઢાવવાનું બુકિંગ
નવરાત્રીના 9 દિવસ માટે ધ્વજા ચડાવવાનું બુકીંગ થઈ ગયું છે. અલગ અલગ કદની ધ્વજા માટે મંદિર ટ્રસ્ટને દક્ષિણા આપી ભક્તો પોતાની ઈચ્છા અને માનતા અનુસાર હવે નિજ મંદીરના શિખર પર ધ્વજા ચડાવી શકે છે. જેમાં 11 ફૂટથી લઈને 51 ફૂટની ધ્વજા માટે દક્ષિણા જાહેર કરાઈ હતી.
ધ્વજા ચડાવવા કેટલી દક્ષિણા આપવી પડશે?
ADVERTISEMENT