અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓમાં પહેલાં તબક્કામાં ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ તમામ 89 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે સોમવારે છેલ્લો દિવસ હતો. ત્યારે ભાજપ કોંગ્રેસ,આપ સહિત અપક્ષના ઉમેદવારોએ આ બેઠકો માટે ફોર્મ ભરતા કુલ 1655 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ રાજકોટની 8 બેઠક માટે 170 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
ADVERTISEMENT
આ તરફ જો સૌથી ઓછા ફોર્મની વાત કરવામાં આવે તો ડાંગની એક બેઠક માટે 3 ફોર્મ ભરાયા છે. તેમજ સુરતમાં લિંબાયત બેઠક પરથી 38 અપક્ષ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જે સાથે જ ત્યાં કુલ 54 ઉમેદવારી નોંધાય છે. પ્રથમ તબક્કા માટે સુરતમાંથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સૌરાષ્ટમાં પણ મોટાગજાના નેતાઓનું ભાવિ 1 ડિસેમ્બરના મતદાન સાથે નક્કી થશે અને તેનું પરિણામ 8 ડિસેમ્બરના જોવા મળશે.
પ્રથમ ચરણની તમામ બેઠકો પર 17મી સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે અને ઉમેદવારોનું ચિત્ર ગુરુવારે માલુમ પડશે. આ દરમિયાન કેટલાં ઉમેદવારોના ફોર્મમાં ભૂલ છે અને કેટલાં ફોર્મ રિજેક્ટ થાય છે કે પાછા ખેંચવામાં આવે છે તેના પર આધારિત રહેશે. જે પછી અંતિમ ઉમેદવારોના નામ નક્કી થશે. જેના આધારે 1 ડિસેમ્બરના મતદાન યોજાશે
ADVERTISEMENT