સુરતમાં રાજકીય ભૂંકપ, 1500થી વધુ ભાજપના કાર્યકર્તાઓ AAPમાં જોડાયા

સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય સમીકરણો પણ બદલાતા નજરે પડી રહ્યા છે. અત્યારે સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય ભાજપના…

gujarattak
follow google news

સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય સમીકરણો પણ બદલાતા નજરે પડી રહ્યા છે. અત્યારે સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય ભાજપના કાર્યકર્તાઓએ નારાજગીના કારણે આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું પસંદ કર્યું છે. નોંધનીય છે કે ઉધના વિસ્તારમાં 1500થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના સમૂહમાં જોડાઈ જતા ચકચાર મચી જવા પામી છે. ચૂંટણી પૂર્વે જેવી રીતે આમ આદમી પાર્ટીઓની કવાયત ચાલી રહી છે, એણે ભાજપની ચિંતામાં વધારો કર્યો છે.

સુરત શહેરમાં ભાજપની અંદર મોટુ ગાબડું
ભાજપથી નારાજ 1500થી વધુ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો સાથ અપનાવી લીધો છે. ઉધના વિસ્તારમાં AAPના આગેવાનોએ ભાજપના કાર્યકર્તાઓને પાર્ટીમાં જોડવા માટે મોટી કવાયત હાથ ધરી હતી. તેવામાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાની હાજરીમાં ભાજપ નેતા અને ઉત્તર ભારતીય સમાજના આગેવાન જયસિંહ રાજપૂતની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

ભાજપની ચિંતામાં વધારો
આમ આદમી પાર્ટી જેવી રીતે એક્ટિવ જોવા મળી રહી છે. એનાથી સ્પષ્ટપણે અંદાજો લગાવી શકાય છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસને આપ હંફાવી દેશે. તેવામાં હવે કાર્યકર્તાઓ નારાજ થઈ જતા ભાજપનો સાથ છોડી દેતા પાર્ટીની ચિંતામાં પણ વધારો થતો જોવા મળે છે. હજારોની સંખ્યામાં જ્યારે એકસાથે કાર્યકર્તાઓ ભાજપ છોડો ત્યારે પાર્ટી માટે પણ આ ગંભીર ચિંતનનો વિષય બની જાય છે.

With Input- સંજયસિંહ રાઠોડ

    follow whatsapp