સાબરકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક મોટુ ગાબડુ પડ્યું છે. ભાજપમાં અત્યારે એક બાજુ ભરતીનો માહોલ જોવા મળી રહ્યો છે તો કોંગ્રેસમાં કાર્યકર્તાઓની ઓટ આવી રહી હોય એમ લાગી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસનો સાથ છોડીને હવે સાબરકાંઠામાં દિગ્ગજ નેતાઓ સહિત 150 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આ પ્રમાણે કેસરિયો ખેસ ધારણ કરતા રાજકીય માહોલ ગરમાયો છે. નોંધનીય છે કે અગાઉ પણ 125 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
ADVERTISEMENT
સાબરકાંઠામાં રાજકારણ ગરમાયું
સાબરકાંઠા બેઠક પર અત્યારે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. નોંધનીય છે કે ખેડબ્રહ્મામાં કોંગ્રેસના નેતાઓ સહિત કુલ 130 કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. તેવામાં હવે પાલિકાના 8 કોર્પોરેટરો સહિત ઘણા દિગ્ગજોએ ભાજપનો સાથ અપનાવ્યો છે. તેવામાં હવે સાબરકાંઠામાં પણ રાજકીય ઉથલપાથલ પછી જનતાનો મિજાજ કેવો હશે એ જોવાજેવું રહેશે.
કોંગ્રેસે આદિવાસી માટે કઈ નથી કર્યું
અમિત શાહે એક સંબોધનમાં જણાવ્યું કે 1995થી ગુજરાતની જનતાએ ભાજપે પર વિશ્વાસ રાખ્યો અને ભાજપે ગુજરાતને દેશનું નંબર વન રાજય બનાવ્યું છે. ગુજરાતના સાડા છ કરોડની જનતાનો આભાર માનતી આ ગૌરવ યાત્રા છે. કોંગ્રેસે 75 વર્ષમાં 58 વર્ષ સુઘી દેશ પર સાશન કર્યુ પરંતુ આદિવાસી ભાઇ-બહેનો માટે કઇ કામ નથી કર્યુ. કેન્દ્રમાં આદિજાતી મંત્રાલય પણ ન હતું. ભાજપની સ્વ અટલ બિહારી વાજપાયજીની સરકાર આવી ત્યારે સ્વ અટલજીએ કેન્દ્રમાં આદિવાસી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરી.
કોંગ્રેસ માત્ર બેનર લગાવી શકે
ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીજીએ વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી અને યોજનાના ફાયદા આદિવાસી પરિવારોએ જોયા છે. નરેન્દ્રભાઇ અને ભુપેન્દ્રભાઇ સુઘીનો સરવાળો કરીએ તો 11 લાખ હેકટર જમીનમાં સિંચાઇ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યુ છે. કોરોના જેવી મહામારીમાં વડાપ્રઘાને દેશના ગરીબો અને વિશેષ કરીને આદિવાસી પરિવારોને ફ્રીમા રાશન આપવાની વ્યવસ્થા કરી છે. આજે 98.3 ટકા આદિવાસી ગામોને મુખ્ય રોડ સાથે જોડવાનું કામ ભાજપની સરકારે કર્યુ. વિકાસના કામનો ભરોસો ભાજપ પર જ મુકી શકો. કોંગ્રેસ વિકાસના કામ કરી જ ન શકે માત્ર બેનરો લગાવી શકે. ભારતીય જનતા પાર્ટી જે કામ કરવાનું કહે છે કે કરે જ છે. ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં વડાપ્રઘાનના હાથ મજબૂત કરવા વિનંતી કરી અને ભુપેન્દ્રભાઇ પટેલને ફરી મુખ્યમંત્રી બનવાશોને ,ભાજપને જંગી મતોથી વિજય બનાવશોને તેવા સવાલ કર્યા હતા.
ADVERTISEMENT